Not Set/ એડવોકેટ કિરીટ જોશી હત્યા મામલો, પોલીસની નિષ્ફળતાને કારણે વકીલોના ચાર દિવસના ઉપવાસ આંદોલન

જામનગર, જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોશીની સરાજાહેર હત્યાના કેસમાં પોલીસ હજુ આરોપીને શોધી શકી નથી. આ મામલે ગત મંગળવારના રોજ સરકાર અને તપાસ એજન્સીઓ દબાણમાં રહ્યા વગર, નિષ્પક્ષ તપાસ અને કેસનો ઝડપી નિકાલ કરી મૃતક એડવોકેટને ન્યાય અપાવવા માટે રાજ્યના વિવિધ વકીલ સંગઠનોએ એક દિવસનો બંધ રાખવાનો  નિર્ણય લીધો હતો જેના અસરના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટના […]

Gujarat Trending
amc4 એડવોકેટ કિરીટ જોશી હત્યા મામલો, પોલીસની નિષ્ફળતાને કારણે વકીલોના ચાર દિવસના ઉપવાસ આંદોલન

જામનગર,

જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોશીની સરાજાહેર હત્યાના કેસમાં પોલીસ હજુ આરોપીને શોધી શકી નથી. આ મામલે ગત મંગળવારના રોજ સરકાર અને તપાસ એજન્સીઓ દબાણમાં રહ્યા વગર, નિષ્પક્ષ તપાસ અને કેસનો ઝડપી નિકાલ કરી મૃતક એડવોકેટને ન્યાય અપાવવા માટે રાજ્યના વિવિધ વકીલ સંગઠનોએ એક દિવસનો બંધ રાખવાનો  નિર્ણય લીધો હતો જેના અસરના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટના વકીલોએ પણ સ્વેચ્છિક રીતે એક દિવસ માટે પોતાના કામથી દૂર રહી જામનગરના વકીલના મોત સામે વિરોધ પ્રદર્શિત પણ  કર્યું હતું

ત્યારે બુધવારના રોજ બાર એસોસિએશન દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે. આ આંદોલન ચાર દિવસ સુધી લાલબંગલા સર્કલમાં રોજ સવારે 11થી6 સુધી એકશન કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં આજે બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઇ સુવા તેમજ અન્ય એડવોકેટ આ ઉપવાસ પર બેસ્યા હતા અને ત્યાર બાદ તારીખ. 14ના દિવસે મળનારી એકશન કમિટીની બેઠકમાં આગળનો નિર્ણય કરવામાં આવશે.

જામનગર વકીલ મંડળના સદસ્ય એડવોકેટ સ્વ. કિરીટભાઈ જોષીની ગઈ તા.28ની રાત્રે સરાજાહેર નિર્મમ હત્યા કરવામાં આવ્યા પછી આ બનાવની દસ દિવસ વિત્યા હોવા છતાં હત્યારાઓ હજુ સુધી પોલીસની પક્કડમાં આવ્યા ન હોય. જામનગર બાર એસો. દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા સહિતના કેટલાક આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે

જામનગર બાર એસોશિએશનના પ્રમુખ ભરતભાઇ સુવાએ જણાવ્યું હતું કે સ્વ. કિરીટભાઈ જોષીની ગઈ તા.28ની રાત્રે સરાજાહેર નિર્મમ હત્યા કરવામાં આવ્યા પછી આ બનાવની દસ દિવસ વિત્યા હોવા છતાં હત્યારાઓ હજુ સુધી પોલીસની પક્કડમાં આવ્યા ન નથી.

જામનગર બાર એસોસિએશન દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા સહિતના કેટલાક આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ગત મંગળવારના રોજ અમે એક્શનકમિટી અને હોદ્દેદારોની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રોજ પાંચ વકીલોએ ચાર દિવસ સુધી લાલબંગલા સર્કલની અંદર ઉપવાસ પર બેસીશું. ચાર દિવસ અમે ઉપવાસ બેસીશું અને 14 મે ના રોજ વકીલ મંડળ ભેગા મળીને એક મિટિંગ કરીશું અને ત્યાર બાદ આગળ શું કરવું તેનો નિર્ણય કરીશું.