By Election/ કરજણમાં કોંગ્રેસનાં ત્રણ કાર્યકરોની ધરપકડ

ગુજરાત રાજ્યમાં આજે વિધાનસભાની ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે તમામ આઠ બેઠકો ઉપર ખરાખરી નો જંગ જામ્યો છે.

Gujarat Others
kaprada 9 કરજણમાં કોંગ્રેસનાં ત્રણ કાર્યકરોની ધરપકડ

ગુજરાત રાજ્યમાં આજે વિધાનસભાની ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે તમામ આઠ બેઠકો ઉપર ખરાખરી નો જંગ જામ્યો છે. આજે વહેલી સવારથી જ આઠ બેઠકો માટે મતદાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે કરજણ બેઠક ઉપરથી મોટા સમાચાર સામે આવી  રહ્યા છે. કરજણમાં કોંગ્રેસનાં ત્રણ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.

by election: કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતીનો વિડીયો વાયરલ…

પ્રાપ્ત વિગતો અનુસાર ચુંટણીની આગલી રાત્રે રોકડ સાથે કોંગ્રેસ ના  કાર્યકરો ઝડપાયા હતા. કોંગ્રેસ કાર્યકરો પાસેથી 57 હજારની રોકડ જપ્ત કરવામાં આવી છે. વૈભવી કિયા કાર સાથે કોંગી કાર્યકર પકડાયા  હતા. તેઓની પાસેથી 10 લાખ રૂ.ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મતદારોને રૂ.ની લ્હાણી કરવા નીકળ્યાં હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કૉંગ્રેસના ઉમેદવારનાં ટેકેદાર મીત પટેલની ધરપકડ કરવામાં આવી છે.  મીત પટેલ સહિત અન્ય  બે વ્યક્તિઓની  ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય એક કોંગ્રેસ આરોપી કાર્યકર  ફરાર હોવાનું જાણવા મળ્યું છે.