Not Set/ લાખો ભક્તો ઉમટ્યા યાત્રાધામ ડાકોરમાં, ભક્તો ભગવાન સાથે રમશે હોળી

ડાકોર ખેડા જીલ્લાના ડાકોર યાત્રાધામે શ્યામળા ગિરધારીના દર્શન કરવા લાખો દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટ્યા છે. ફાગણી પૂનમના શ્યામળા ગિરધારીના દર્શન કરવા રાજ્યના અલગ અલગ સ્થળોથી ભક્તો અઆવી રહ્યા છે. ભગવાનના દર્શનાર્થે આતુર બનેલા ભક્તોના ચહેરા પર એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આજે ભક્તો શ્યામળા ગિરધારી સાથે ભાવવિભોર થઈને હોળી રમશે. ડાકોર મંદિરમ જયારે […]

Gujarat
DAKOR લાખો ભક્તો ઉમટ્યા યાત્રાધામ ડાકોરમાં, ભક્તો ભગવાન સાથે રમશે હોળી

ડાકોર

ખેડા જીલ્લાના ડાકોર યાત્રાધામે શ્યામળા ગિરધારીના દર્શન કરવા લાખો દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટ્યા છે. ફાગણી પૂનમના શ્યામળા ગિરધારીના દર્શન કરવા રાજ્યના અલગ અલગ સ્થળોથી ભક્તો અઆવી રહ્યા છે.

ભગવાનના દર્શનાર્થે આતુર બનેલા ભક્તોના ચહેરા પર એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આજે ભક્તો શ્યામળા ગિરધારી સાથે ભાવવિભોર થઈને હોળી રમશે. ડાકોર મંદિરમ જયારે ભક્તો ભગવાન સાથે હોળીરમતા હોય ત્યારે એ નજારાને જોવા જેવો હોય છે. એક અનેરા ઉત્સાહ અને ચેહરા પર સ્મિત સાથે  શ્રદ્ધા અને વિશ્વાસથી સાથે આવેલા ભક્તોનો થાક તરસ પણ ભૂલી જાય છે.

લાખો ભક્તો ડાકોરમાં ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હોય ત્યારે પોલીસનું કડક બંદોબસ્ત કરવામાં પણ આવ્યું છે.. ઉલ્લેખનીય છે કે ડાકોરએ ગુજરાતનું મોટું યાત્રાધામ છે. શ્રી રણછોડરાયજીના મંદિરના નામે પ્રખ્યાત છે, ગુજરાત અને હિન્દુસ્તાનના અસંખ્ય ભાવિક ભક્તોથી દર વર્ષે  ફાગણી પૂનમના દિવસે આ યાત્રાધામમાં ઉભરાય છે. પરદેશીઓ માટે પણ તે આકર્ષણનું સ્થળ છે.

શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં તકલીફ ના પડે એ માટે એટી નિગમએ એક વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. એસીટી નિગમે શ્રદ્ધાળુઓ  માટે ડાકોરના મેળામાં વધારાની 400 બસની વ્યવસ્થા કરાઇ છે. હોળી-ધુળેટીના તહેવારને લઇને પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ છે. ઉલ્લેખનીય છે કે હોળી-ધુળેટીના પર્વ માટે રોજની વધારાની 100 બસ દોડાવાશે. દાહોદ, પંચમહાલ, ઝાલોદ માટે વધારાની બસ દોડાવાશે. સુરતથી રોજની વધારાની 50 બસ દોડાવાશે.