Not Set/ છસરા ગામમાં બે કોમ વચ્ચે લોહિયાળ ધિંગાણું, 6 લોકોના મોત

કચ્છ, કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થયું  હતું. જૂની અદાવતને લઇને બે કોમ વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથિયારો વડે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાતિના ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ 7ને આ ધિંગાણાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી 6ના સારવાર મળે તે પુર્વે […]

Top Stories Gujarat Others
mantavya 429 છસરા ગામમાં બે કોમ વચ્ચે લોહિયાળ ધિંગાણું, 6 લોકોના મોત

કચ્છ,

કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થયું  હતું. જૂની અદાવતને લઇને બે કોમ વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથિયારો વડે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું.

mantavya 426 છસરા ગામમાં બે કોમ વચ્ચે લોહિયાળ ધિંગાણું, 6 લોકોના મોત

જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાતિના ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ 7ને આ ધિંગાણાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

mantavya 427 છસરા ગામમાં બે કોમ વચ્ચે લોહિયાળ ધિંગાણું, 6 લોકોના મોત

જેમાંથી 6ના સારવાર મળે તે પુર્વે મોત નીપજ્યા છે. જ્યારે એક મુસ્લિમ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજ ખસેડાયો છે. બનાવના પગલે નાના એવા ગામમાં ભારે હડકંપ મચી જવા પામી છે.

mantavya 430 છસરા ગામમાં બે કોમ વચ્ચે લોહિયાળ ધિંગાણું, 6 લોકોના મોત

મુન્દ્રા તાલુકાના છસરા ગામે અગાઉના ઝઘડાને લઈને બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો. મંગળવારે મોડી રાત્રે આહિર સમાજના 4 યુવકો પોતાના ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે પૂર્વ પ્લાનીંગ સાથે જુની અદાવતનું વેર વાળવા સરપંચના પુત્ર અને તેના દાદા તથા અન્ય ઈસમોએ હથીયારો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. સામાપક્ષે આહિર યુવકોએ પણ તેમના મિત્રોને બોલાવી ઝઘડાને ગંભીર રૂપ આપ્યું હતું.

મૃતકોનાં નામ

આમદ અબ્દુલ બુલિયા (ઉ.વ.70)
આબિદ અબ્બર બુલિયા (ઉ.વ.25)
ભાર્ગવ પચાણ આહિર (ઉ.વ.26)
મગન મ્યાજર આહિર (ઉ.વ.27)
ચેતન નારણ આહિર (ઉ.વ.38)
ભરત મ્યાજર આહિર (ઉ.વ.28)