Anti Conversion Law: ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહે ધર્મની સ્વતંત્રતા બિલ 2022ને તેમની સંમતિ આપી છે, જે ગેરકાયદે ધર્માંતરણને મહત્તમ 10 વર્ષની જેલની સજા સાથે કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર ગુનો બનાવવા માંગે છે. આ ખરડો આ વર્ષે 30 નવેમ્બરે રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ શનિવારે અહીં જણાવ્યું હતું કે રાજ્યપાલે આ અઠવાડિયાની શરૂઆતમાં આ કાયદાને પોતાની સંમતિ આપી હતી.
તેમણે કહ્યું કે આ બિલને રાજ્યપાલની સંમતિ મળ્યા બાદ તે આવા કેસોમાં ગુનેગારોને કડક સજાનો માર્ગ મોકળો કરતો કાયદો બની ગયો છે. ઉત્તરાખંડમાં બળજબરીથી અને ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ વ્યક્તિઓ પર વધુમાં વધુ દસ વર્ષની જેલ ઉપરાંત ઓછામાં ઓછા 50,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. વિધેયક અનુસાર, ‘કોઈપણ વ્યક્તિ બળ, પ્રલોભન અથવા કપટના માધ્યમથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અન્ય વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ફેરવવાનો પ્રયાસ કરી શકશે નહીં. કોઈ વ્યક્તિ આવા ધર્માંતરણ માટે પ્રેરિત અથવા કાવતરું કરશે નહીં.
જણાવી દઈએ કે આમાં રૂપાંતરણને બે શ્રેણીમાં વહેંચવામાં આવ્યું છે. એકલ ધર્માંતરણની સજા ઓછી છે, જ્યારે સામૂહિક ધર્માંતરણની સજા આકરી છે. વ્યક્તિના ધર્મ પરિવર્તન પર 2 થી 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ છે. તો સામૂહિક ધર્મ પરિવર્તનના દોષિતોને 3 થી 10 વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઈ છે.
આ પણ વાંચો: Bharat Jodo Yatra/2800 કિલોમીટરની યાત્રામાં મને ક્યાંય નફરત નથી દેખાઈ: રાહુલ ગાંધી
આ પણ વાંચો: ukraine russia conflict/યુક્રેનને યુએસ કરી રહ્યું છે મદદ, યુએસ હાઉસે 45 બિલિયન ડોલરને આપી મંજૂરી
આ પણ વાંચો: Christmas/ક્રિસમસ પર બનાવો હેલ્ધી ‘બનાના વોલનટ કેક’, નોંધીલો રેસીપી….