Not Set/ કચ્છ: ડબલ મર્ડર કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, માતા અને બહેનની હત્યા કરનાર મહિલાને ફાંસી

ગાંધીધામ, ગુજરાતમાં હત્યા કેસમાં અવ્વલે જ ગણાય તેવા ચુકાદમાં જજે ફાંસીની સજા ફટકારી છે. ગાંધીધામમાં હત્યા કેસમાં બે મહિલાની હત્યા કરવાના કેસનો ચુકાદો આપતા એડિશનલ સેશન્સ જજે એક યુવતીને દેહાંત દંડની સજા ફટકારી છે. ઘરકામ કરવા જેવી નાની  બાબતે માતાએ આપેલા ઠપકાથી ઉશ્કેરાઈને પોતાની બે સગી બહેનો અને માતા પર તલવારથી ઘાતક હુમલો કરી માતા અને […]

Top Stories
cap punishment કચ્છ: ડબલ મર્ડર કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, માતા અને બહેનની હત્યા કરનાર મહિલાને ફાંસી

ગાંધીધામ,

ગુજરાતમાં હત્યા કેસમાં અવ્વલે જ ગણાય તેવા ચુકાદમાં જજે ફાંસીની સજા ફટકારી છે. ગાંધીધામમાં હત્યા કેસમાં બે મહિલાની હત્યા કરવાના કેસનો ચુકાદો આપતા એડિશનલ સેશન્સ જજે એક યુવતીને દેહાંત દંડની સજા ફટકારી છે. ઘરકામ કરવા જેવી નાની  બાબતે માતાએ આપેલા ઠપકાથી ઉશ્કેરાઈને પોતાની બે સગી બહેનો અને માતા પર તલવારથી ઘાતક હુમલો કરી માતા અને એક બહેનની હત્યા કરી હતી.

ગાંધીધામના નવી સુંદરપુરીના ગત વર્ષના ચકચારી કેસમાં આજે ગાંધીધામના એડિશનલ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે મંજુબેન કસ્તુરભાઈ ડુંગરીયા નામની યુવતીને આઈપીસી 302 હેઠળ દોષી ઠેરવી દેહાંત દંડની સજા ફટકારી છે.

કેસની વિગતે વાત કરીએ તો ગત 17મી ફેબ્રુઆરી 2017નાં રોજ ગાંધીધામના નવી સુંદરપુરીમાં આવેલા સથવારાવાસમાં પરોઢે પાંચ વાગ્યે ઘરની અંદર પુત્રીએ તલવારથી કરેલાં ડબલ મર્ડરની ઘટનાએ ભારે ચકચાર સર્જી હતી.  આરોપી મંજુબેન ડુંગરીયાને આગલા દિવસની સાંજે તેની માતા રાજીબેને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકા સામે મંજુએ ગાળાગાળી કરતાં માતાએ તેને થપ્પડ ઝીકીં દીધી હતી. ત્યારબાદ મામલો શાંત પડી ગયો હતો.

આ ઝગડા બાદ પરિવારના સહુ સભ્યો જમી પરિવારીને સૂઈ ગયાં હતા. મંજુનો ભાઈ વિજય ઘરની બહાર સૂઈ ગયો હતો. જ્યારે, માતા રાજીબેન(ઉ.વ.60) અને તેમની ત્રણ પુત્રી આરતી(ઉ.વ.27), મંજુ (ઉ.વ.17) અને મધુ ઘરમાં એકમેક પાસે સૂઈ ગયાં હતા. માતાએ આપેલાં ઠપકાનો રોષ મંજુના મનમાં આખી રાત ઘુંટાતો રહ્યો હતો અને વહેલી પરોઢે પાંચ વાગ્યે સહુ નિંદ્રાધીન હતા તે સમયે મંજુએ ઘરમાં પડેલી તલવાર ઉઠાવી માતા રાજીબેન પર જીવલેણ હુમલો કર્યો હતો.

માતાને તલવાર મારતાં તેમણે કરેલી બુમાબુમથી ઘર બહાર સૂઈ રહેલો પુત્ર વિજય જાગીને અંદર જોયો ત્યારે મંજૂ ઘરમાં ખુનની હોળી ખેલતી હોય તેમ તેને મધુ અને આરતી પર તલવારના ઘા કરતી જોઈ હતી. વિજયે બુમાબુમ કરતાં અડોશપડોશના લોકો જાગી ગયાં હતા અને તેમણે ઘાયલ માતા અને બે બહેનોને તુરંત રામબાગ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યાં હતા. ટૂંકી સારવાર બાદ રાજીબેન અને આરતી મૃત્યુ પામ્યાં હતા.

આ હત્યા કેસમાં પોલીસે મંજુની તરત જ ધરપકડ કરી લીધી હતી. આ મર્ડર કેસમાં આજે 22 સાક્ષીઓ, 42 દસ્તાવેજી પૂરાવા તેમજ સરકારી સાહેદો અને સાંયોગિક પૂરાવાના આધારે કૉર્ટે આરોપી મંજૂને કસૂરવાર ઠેરવી દેહાંત દંડની સદા ફટકારી છે.

એક વર્ષ જૂના આ હત્યા કેસમાં આરોપીના સગા-સંબંધી થતાં હોય તેવા કેટલાંક સાક્ષીઓ ફરી ગયાં હતા. જો કે, સરકારી વકીલ હિતેષીબેન ગઢવી દ્વારા કરાયેલી મજબૂત દલીલો, સરકારી સાહેદોની જુબાની વગેરે ધ્યાને રાખી એડિશનલ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે આજે મંજુબેનને આઈપીસી 302 હેઠળ મૃત્યુદંડ અને આઈપીસી 307 હેઠળ 5 વર્ષની સજા તેમજ 2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગાંધીધામ સેશન્સ કૉર્ટના ઈતિહાસમાં સંભવતઃ પહેલીવાર આરોપીને કેપિટલ પનિશમેન્ટ કરવામાં આવી છે