Not Set/ કચ્છના ખનીજ માફિયાઓ થઇ જાવ સાવધાન, હેલ્પલાઇન પર તમારી ફરિયાદ સીધી થશે રેન્જ આઈજીને

કચ્છ, છેલ્લા ઘણા સમય થી કચ્છમાં ખનીજ માફિયાઓના ત્રાસ વધી ગયો છે. દાદાગીરી સાથે નિર્દોષ લોકો ઉપર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવો, ગોળીબાર કરી ભય ફેલાવવો, ધાક ધમકી કરવી આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે કચ્છ બોર્ડર રેન્જ ના આઈજી ડી. બી. વાઘેલાએ ખનીજ માફિયાઓ ને ડામવા પહેલ કરી છે. કચ્છ જિલ્લા બોર્ડર રેન્જ કચેરી […]

Gujarat Others
ggw કચ્છના ખનીજ માફિયાઓ થઇ જાવ સાવધાન, હેલ્પલાઇન પર તમારી ફરિયાદ સીધી થશે રેન્જ આઈજીને

કચ્છ,

છેલ્લા ઘણા સમય થી કચ્છમાં ખનીજ માફિયાઓના ત્રાસ વધી ગયો છે. દાદાગીરી સાથે નિર્દોષ લોકો ઉપર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવો, ગોળીબાર કરી ભય ફેલાવવો, ધાક ધમકી કરવી આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે કચ્છ બોર્ડર રેન્જ ના આઈજી ડી. બી. વાઘેલાએ ખનીજ માફિયાઓ ને ડામવા પહેલ કરી છે. કચ્છ જિલ્લા બોર્ડર રેન્જ કચેરી ને હેલ્પ લાઇન દ્વારા લોકો ખનીજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરી શકશે.

આઈજી ડી. બી. વાઘેલા ના જણાવ્યા પ્રમાણે બોર્ડર રેન્જ હેઠળ આવતા બનાસકાંઠા, પાટણ કે કચ્છના કોઈ પણ ગામડાઓમાં કોઈને પણ ક્યાંય ગેરકાયદે ખનીજ ની ચોરી, ખનીજ નું ગેરકાયદે પરિવહન, ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી દાદાગીરી ની વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ બોર્ડર રેન્જ પોલીસને ભુજ ઓફિસ ના લેન્ડ લાઇન નંબર તેમ જ મોબાઈલ નંબર 8238072100 ઉપર પોતાની ફરિયાદ કરી શકશે.

ખાણ ખનીજ ખાતામાં સ્ટાફની ઘટ હોઈ તેમ જ કાયદો અને વ્યવસ્થાને જાળવવાની જવાબદારી પોલીસની હોઈ પોલીસે આ પહેલ કરી હોવાનું આઈજી ડી. બી. વાઘેલાએ જણાવ્યું છે.