Raid/ ગાંધીનગર-કપડવંજમાં LCB-SMCની રેડમાં 11 લાખનો મુદ્દામાલ જપ્ત

લોકસભા ચૂંટણી પૂરી થવાની સાથે જ વિદેશી દારૂના ખેપિયા સક્રિય થઈ ગયા છે. ગાંધીનગરમાં ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો ઝડપ્યો છે. કપડવંજમાં એસએમસીએ રેડ પાડીને ફરી પાછો જંગી રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Gujarat Gandhinagar Others Breaking News

Gandhinagar News: લોકસભા ચૂંટણી પૂરી થવાની સાથે જ વિદેશી દારૂના ખેપિયા સક્રિય થઈ ગયા છે. ગાંધીનગરમાં ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો ઝડપ્યો છે. ઇનોવા કારમાંથી વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો જડપાયો હતો. જો કે ફિલ્મી ઢબે પીઢો કરી રહેલી એલસીબીને કારચાલક હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો. દારૂ ભરીને લઈ રહેલી કારનો ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હોત. કારમાંથી એક લાખથી વધુનો દારૂ અને બીયરનો ઝડપાયો હતો. એલસીબીએ જપ્ત કરેલી કારના ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કપડવંજમાં એસએમસીએ રેડ પાડીને ફરી પાછો જંગી રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસએમસીએ કારમાં લઈ જવામાં આવતો દારૂ ઝડપ્યો છે. તેની સાથે 708 બોટલ દારૂની હતી અને મોબાઇલ સહિત દસ લાખનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપ્યા હતા. તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળ કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

આ પણ વાંચો: દ્વારકામાંથી 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ પકડાયું