Not Set/ બૃહદ ગીરમાં ફરી મળ્યો સિંહનો મૃતદેહ

ગીર, ગુજરાતનું ગૌરવ ગણાતાં સિંહોને જાણે નજર લાગી ગઈ હોય તેમ એક પછી એક જંગલના રાજા સિંહોના મોત થઇ રહ્યા છે. ત્યારે આજે પણ એશિયાટિક સિંહોનો અસ્તિવને ખતરા રૂપ ઘટના સામે આવી છે. ગીરના પૂર્વ વિસ્તારમાં આવેલી  જશાધાર રેન્જના મછુંદરી ડેમમાંથી એક 4 થી 5 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. આપને જાણવી દઈએ કે […]

Top Stories Gujarat Others
dgbfgvm બૃહદ ગીરમાં ફરી મળ્યો સિંહનો મૃતદેહ

ગીર,

ગુજરાતનું ગૌરવ ગણાતાં સિંહોને જાણે નજર લાગી ગઈ હોય તેમ એક પછી એક જંગલના રાજા સિંહોના મોત થઇ રહ્યા છે. ત્યારે આજે પણ એશિયાટિક સિંહોનો અસ્તિવને ખતરા રૂપ ઘટના સામે આવી છે. ગીરના પૂર્વ વિસ્તારમાં આવેલી  જશાધાર રેન્જના મછુંદરી ડેમમાંથી એક 4 થી 5 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો છે.

આપને જાણવી દઈએ કે આ સિંહનું મોત બે દિવસ પહેલા થયું હોવાનું તારણ જાણવા મળી રહ્યું છે. આ સિંહનું મોત કેવી રીતે થયું એ તો પી.એમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે. ત્યારે પૂર્વ પણ એકસાથે 11 કરતા વધુ સિંહો ટપોટપ મૃત્યુ પામ્યા હતા. ફરી સિંહના મોતથી ચકચાર મચી ગઈ છે.