Not Set/ પેપર નથી ફૂટ્યું …. બેરોજગારોનું નસીબ ફૂટ્યું છે : શંકરસિંહ બાપુના પ્રહાર

ગુજરાત સરકાર દ્વારા આજે યોજાનાર લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા પેપર લિક થવાના કારણે રદ્દ કરવામાં આવી છે. પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણયના કારણે રાજ્યમાં ઠેર-ઠેર પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા છે. આ બાબતે વિરોધ પક્ષ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમજ ઘણી જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર લાઠીચાર્જ કરવાની ઘટના […]

Top Stories Gujarat
Shankarsinh Vaghela પેપર નથી ફૂટ્યું .... બેરોજગારોનું નસીબ ફૂટ્યું છે : શંકરસિંહ બાપુના પ્રહાર

ગુજરાત સરકાર દ્વારા આજે યોજાનાર લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા પેપર લિક થવાના કારણે રદ્દ કરવામાં આવી છે. પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણયના કારણે રાજ્યમાં ઠેર-ઠેર પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા છે.

આ બાબતે વિરોધ પક્ષ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમજ ઘણી જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર લાઠીચાર્જ કરવાની ઘટના પણ સામે આવી છે.

https://twitter.com/ShankersinhBapu/status/1069164827728171009

ત્યારે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને આડે હાથ લેતા સખ્ત પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું  કે, ભાજપ સરકારે પેપરો ફોડવામાં નિપુણતા હાંસલ કરી છે. આ પેપર નથી ફૂટ્યું પણ બેરોજગારોનું નસીબ ફૂટ્યું છે.

વાઘેલાએ બેરોજગારી મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું કે, રાજ્યમાં 60થી 70 લાખ યુવાનો બેરોજગાર ફરે છે. પેપર ફૂટવાથી ખબર પડી જાય છે કે સરકારી તંત્ર કેટલું ફુટેલુ છે. ભૂતકાળમાં પણ ટેટ, ટાટ, તલાટી વગેરે પરીક્ષાના પેપરો પણ ફૂટી ચુક્યા છે.

https://twitter.com/ShankersinhBapu/status/1069191106259111936

વિદ્યાર્થીઓનો પક્ષ લેતા બાપુએ જણાવ્યું કે, ગુજરાત સરકાર અઠવાડિયામાં બેરોજગાર યુવાનો માટે બેરોજગારી ભથ્થાની જાહેરાત કરે, નહિ તો જલદ આંદોલન કરવામાં આવશે.