Not Set/ આચાર્યએ NGO વર્કરનું અભદ્ર ક્લિપ બનાવી આચર્યુ વારંવાર દુષ્કર્મ

32 NGO વર્ષિય મહિલા સાથે સરકારી પ્રાથમિક શાળાના આચાર્યે બેહોશીની દવા ભેળવીને કોલ્ડ્રીંક્સ પીવડાવી દીધું હતું. ત્યાર બાદ અર્ધબેહોશીની હાલતમાં રહેલી મહિલા સાથે તેણે શારીરિક અડપલાં અને દુષ્કર્મ કરીને મહિલાનો અશ્લીલ વિડીયો ઉતારી વારવાર દુષ્કર્મ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા સંગઠનમાં ફિલ્ડ વર્કર તરીકે કામ કરતી 32 વર્ષિય મહિલાએ માંડવી તાલુકાના માપર ગામની […]

Gujarat Trending
Untitled 4 આચાર્યએ NGO વર્કરનું અભદ્ર ક્લિપ બનાવી આચર્યુ વારંવાર દુષ્કર્મ

32 NGO વર્ષિય મહિલા સાથે સરકારી પ્રાથમિક શાળાના આચાર્યે બેહોશીની દવા ભેળવીને કોલ્ડ્રીંક્સ પીવડાવી દીધું હતું. ત્યાર બાદ અર્ધબેહોશીની હાલતમાં રહેલી મહિલા સાથે તેણે શારીરિક અડપલાં અને દુષ્કર્મ કરીને મહિલાનો અશ્લીલ વિડીયો ઉતારી વારવાર દુષ્કર્મ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મહિલા સંગઠનમાં ફિલ્ડ વર્કર તરીકે કામ કરતી 32 વર્ષિય મહિલાએ માંડવી તાલુકાના માપર ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય વિરુધ્ધ શારીરિક શોષણ, દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. માપરની પ્રાથમિક શાળાના આચાર્ય દેવશી રાજા સોંદરવા એ પોતાના અશ્લીલ ફોટો-વિડિયો ઉતારી લઈ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

32 વર્ષની ફરિયાદી મહિલા મૂળ ભુજના અમનનગરની અને હાલે માંડવીની અયોધ્યાનગરીમાં સ્થાયી થયેલી છે. તે ”સફર” નામની મહિલા સંસ્થામાં ફિલ્ડ વર્કર તરીકે કામ કરે છે. સંસ્થાની કામગીરી અંતર્ગત તે દેવશી સોંદરવાના સંપર્કમાં આવી હતી. દેવશીએ તેનો વિશ્વાસ કેળવી નવેક મહિના પૂર્વે બેહોશીની દવા ભેળવીને કોલ્ડ્રીંક્સ પીવડાવી દીધું હતું. ત્યારબાદ અર્ધબેહોશીની હાલતમાં રહેલી મહિલા સાથે તેણે શારીરિક અડપલાં અને બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મહિલાના અશ્લીલ વિડીયો અને ફોટો પણ ઉતારી લીધાં હતા.

બાદમાં તેણે મહિલાના શારીરિક શોષણનો સિલસિલો શરૂ કર્યો હતો. ”તારા ફોટો-વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરી દઈશ” તેવી ધમકી આપી તેણે મહિલા સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ ગુજારવા માટે દેવશીએ માંડવીના લાયજા રોડ ખાતે હાઉસીંગ સોસાયટીમાં એક મકાન પણ ખાસ ભાડે રાખ્યું હતું.

થોડાંક સમય પૂર્વે દેવશીએ મહિલાના કેટલાંક ફોટો ફેસબૂક પર પોસ્ટ પણ કરી દીધા હતાં. મહિલાની ફરિયાદ સંદર્ભે માંડવી પોલીસે દેવશી સોંદરવા વિરુધ્ધ દુષ્કર્મ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પ્રાથમિક શાળાના આચાર્યએ ખેલેલાં હવસના ખેલથી શિક્ષણ જગત પણ સ્તબ્ધ બની ગયું છે.