Not Set/ અમદાવાદ : પતિના અન્ય યુવતી સાથેના સબંધની જાણ થતાં પત્નીએ કર્યો આપઘાત

અમદાવાદ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મહિલાને તેના  પતિનાં અન્ય સ્ત્રી સાથેનાં આડા સંબંધ વિશે જાણ થતાં બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. જેમાં કંટાળીને મહિલાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.મહિલાના આપઘાત બાદ મહિલાના પિતાએ જમાઈ સામે ચાંદખેડા પોલીસમાં આત્મહત્યા કરવા દૂષ્પ્રેરણા કરવા અંગેની ફરિયાદ નોંધાવી […]

Ahmedabad Gujarat
aaaaaa 6 અમદાવાદ : પતિના અન્ય યુવતી સાથેના સબંધની જાણ થતાં પત્નીએ કર્યો આપઘાત

અમદાવાદ,

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મહિલાને તેના  પતિનાં અન્ય સ્ત્રી સાથેનાં આડા સંબંધ વિશે જાણ થતાં બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. જેમાં કંટાળીને મહિલાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.મહિલાના આપઘાત બાદ મહિલાના પિતાએ જમાઈ સામે ચાંદખેડા પોલીસમાં આત્મહત્યા કરવા દૂષ્પ્રેરણા કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર ચાંદખેડા પંચ શ્વોક રેસિડેન્સીમાં રહેતા કિશોરભાઇ સોલંકીની દીકરી ભાગ્યશ્રીનાં લગ્ન જગદીશ સાથે થયા હતાં. લગ્નનાં થોડા સમય પછી જ પતિ પત્ની સાથે નાની નાની બાબતોમાં રોજ ઝઘડા થવા લાગ્યા હતા.આ સાથે પતિ શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. જેનાથી કંટાળીને ભાગ્યશ્રી પિયર રેહવા જતી રહી હતી. પત્નીનાં માતાએપિતાએ દીકરીનું ઘર ન તૂટે તે માટે તેને સમજાવીને જગદીશનાં ઘરે પાછી મોકલી હતી. પતિનાના ઘરે આવ્યા બાદ થોડા સમય બાદ તેનો પતિ હેરાન કરવા લાગ્યો અને મહિલાને જાણવા મળ્યું હતું કે જગદીશને પારકી સ્ત્રી સાથે સંબંધ છે.

આ વાત મહિલાએ પતિને પૂછી ત્યારે પતિ એ ઉદ્ધતાઇથી જવાબ આપ્યો હતો. પતિએ કહ્યું હતું કે, ‘હું મને ગમે તેટલી સ્ત્રી સાથે સંબંધ રાખુ. તારે આમાં કંઇપણ બોલવાનું નહીં. થોડા દિવસ પહેલા જ બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ જગદીશે મહિલા પાસે છૂટાછેડા માંગી લીધા હતાં. કહ્યું હતું કે, તારે મરવું હોય તો મરી જજે પણ હું તને મારી સાથે નહીં રાખું.’ આ સાંભળીને મહિલાએ આપઘાત કરી લીધો હતો.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.