Not Set/ આગેવાનોની અટકાયત બાદ સાબરડેરી સામે પશુપાલકોનો રોષ ભડકી ઉઠ્યો

અમદાવાદ: ઉત્તર ગુજરાતની સાબર ડેરી દ્વારા પશુપાલકોને દૂધનો ભાવફેર વ્યાજબી મળે તે માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ક્યાંક રસ્તા પર ટાયરો બાળીને વિરોધ કરાયો હતો. જેના કારણે અનેક સ્થળોએ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. દૂઘનો ભાવફેર વ્યાજબી મળે તેવી માંગ સાબર ડેરી દ્વારા પશુપાલકોને દૂધનો ભાવફેર વ્યાજબી મળે તે […]

Top Stories Gujarat Others Trending
milk producers stage protest demanding fair prices to Sabar Dairy

અમદાવાદ: ઉત્તર ગુજરાતની સાબર ડેરી દ્વારા પશુપાલકોને દૂધનો ભાવફેર વ્યાજબી મળે તે માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ક્યાંક રસ્તા પર ટાયરો બાળીને વિરોધ કરાયો હતો. જેના કારણે અનેક સ્થળોએ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

દૂઘનો ભાવફેર વ્યાજબી મળે તેવી માંગ

સાબર ડેરી દ્વારા પશુપાલકોને દૂધનો ભાવફેર વ્યાજબી મળે તે માટે પશુપાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચાલી રહ્યું છે અને વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. આ આંદોલનના ભાગરૂપે આજે  સાબરડેરીના ડિરેકટરને આજે આવેદન પત્ર આપવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબર ડેરીના સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવે તે પૂર્વે ડેરીના પૂર્વ ડિરેકટર કિરીટ પટેલ, જશુભાઈ પટેલ સહિતના નેતાઓની પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

પૂર્વ ડિરેક્ટર જશુભાઈ પટેલની કરી અટકાયત

આ દરમિયાનમાં કિરીટ પટેલની અટકાયત કરાયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં કિરીટ પટેલે પશુપાલકોને શાંતિ જાળવાની અપીલ કરી રહ્યા હતા. એટલું જ નહિ તેમણે સાબરડેરી દ્વારા તેમને ન્યાય મળે તેવી માંગણી પણ કરી છે.

આ દરમિયાનમાં બાયડ પોલીસ તંત્ર દ્વારા પશુપાલકોની અટકાયત કરવામાં આવતા પોલીસ તંત્ર આ આંદોલન ડામવા માટે એકદમ સક્રિય બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય લાગી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવવધારા મુદ્દે પશુપાલકો માં જે રોષ ફાટી નીકળ્યો હતો.તેને લઈને આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો હિંમતનગર સાબરડેરી આગળ વિરોધ નોંધાવવા જવાના હતા. તે સમયે આ આંદોલનમાં અગ્રેસર હતા તેવા કિરીટ પટેલની અટકાયત કરવામાં આવી હોવાનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે આંદોલનકારી પશુપાલકોને એવું લાગ્યું હતું કે, આ આંદોલનને ડામવા માટે પોલીસ એકદમ.સક્રિય બની ગયું છે. જેના કારણે આંદોલન ઉગ્ર બન્યું હતું.