Not Set/ હિંમતનગર : બાળકીના દુષ્કર્મ મામલે ટોળાએ કરી તોડફોડ, લગાવી આગ

સાબરકાંઠાના ભાવપુર ગામે સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મજૂર દ્વારા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી. માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઇ લોકોમાં રોષ ભભૂક્યો હતો. લોકોના ટોળાએ કંપનીમાં તોડફોડ અને આગચંપી કરી હતી. મળતી માહિતી મુજબ ગાંભોઇ તાલુકાના ભાવપુર ગામમાં આવેલી અનુપમ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં કંપનીમાં જ કામ કરતા […]

Top Stories Gujarat Others
himatnagar child rape હિંમતનગર : બાળકીના દુષ્કર્મ મામલે ટોળાએ કરી તોડફોડ, લગાવી આગ

સાબરકાંઠાના ભાવપુર ગામે સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મજૂર દ્વારા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી. માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઇ લોકોમાં રોષ ભભૂક્યો હતો. લોકોના ટોળાએ કંપનીમાં તોડફોડ અને આગચંપી કરી હતી.

મળતી માહિતી મુજબ ગાંભોઇ તાલુકાના ભાવપુર ગામમાં આવેલી અનુપમ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં કંપનીમાં જ કામ કરતા પરપ્રાંતીય મજૂરે એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

rape e1538316925284 હિંમતનગર : બાળકીના દુષ્કર્મ મામલે ટોળાએ કરી તોડફોડ, લગાવી આગ

દુષ્કર્મ બાદ બાળકીને નજીકમાં અવાવરું જગ્યાએ મૂકી દીધી હતી. ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં કંપની પર ઊમટી પડ્યાં હતાં. ગુસ્સે ભરાયેલા લોકોએ ફેક્ટરીમાં તોડફોડ કરવાનું ચાલુ કર્યું હતું.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. વધુ પરિસ્થિતિ ન વણસે માટે ફેક્ટરી પર પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.