Not Set/ સુરતમાં કચરાની ગાડીમાં લઇ જવાયા વેન્ટીલેટર, સામે આવી તસવીર

ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે. રાજ્ય સરકારે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ જાહેર કર્યો છે, રાજ્યમાં કોરોનાથી મરી રહેલા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે,

Gujarat Surat
A 80 સુરતમાં કચરાની ગાડીમાં લઇ જવાયા વેન્ટીલેટર, સામે આવી તસવીર

ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે. રાજ્ય સરકારે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ જાહેર કર્યો છે, રાજ્યમાં કોરોનાથી મરી રહેલા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે, ત્યારે આવમાં એક તસવીર સામે આવી છે જેમાં દર્દીઓની સંવેદનશીલતા અને વ્યવસ્થા ઉપર સવાલો ઉભા થયા છે. આ તસવીર સુરત શહેરની છે. જેમાં કચરાની ગાડીમાં વેન્ટિલેટર ભરેલા જોવા મળી રહ્યા છે.

કચરાના ટેમ્પોમાં પેક કર્યાં વગર વેન્ટિલેટર મોકલ્યા

સુરત ખાતે વેન્ટિલેટરની જરૂર પડતા વલસાડ સિવિલ હૉસ્પિટલ ખાતેથી વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા હતા. સુરતના તંત્રએ આ વેન્ટિલેટર મોકલવા માટે બે ટેમ્પો મોકલ્યા હતા. આ ટેમ્પો ખરેખર કચરો ઉપડાવાના કામમાં રોકાયા હોય છે તે હતા. એટલું જ નહીં, વલસાડ સિવિલ ખાતેથી પેક કર્યાં વગર જ આ ટેમ્પોમાં વેન્ટિલેટર મશીન સુરત ખાતે લાવવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે વલસાડ ખાતે 34 વેન્ટિલેટર રાખીને બાકીના વેન્ટિલેટર સુરત ખાતે મોકલાયા છે.

 કચરાના ટેમ્પોમાં પેક કર્યાં વગર વેન્ટિલેટર મોકલ્યા: સુરત ખાતે વેન્ટિલેટરની જરૂર પડતા વલસાડ સિવિલ હૉસ્પિટલ ખાતેથી વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા હતા. સુરતના તંત્રએ આ વેન્ટિલેટર મોકલવા માટે બે ટેમ્પો મોકલ્યા હતા. આ ટેમ્પો ખરેખર કચરો ઉપડાવાના કામમાં રોકાયા હોય છે તે હતા. એટલું જ નહીં, વલસાડ સિવિલ ખાતેથી પેક કર્યાં વગર જ આ ટેમ્પોમાં વેન્ટિલેટર મશીન સુરત ખાતે લાવવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે વલસાડ ખાતે 34 વેન્ટિલેટર રાખીને બાકીના વેન્ટિલેટર સુરત ખાતે મોકલાયા છે.

આ પણ વાંચો :CM રૂપાણીના ભાઈનો પરિવાર કોરોનાની ઝપેટમાં, 5 સભ્યો થયા હોમ આઇસોલેટ

વલસાડ શહેરના રસ્તાઓ ઉપર સુરત મહાનગરપાલિકાના કચરો ભરવાના વાહનોમાં કોરોનાની સારવાર માટે અત્યંત મહત્વની મશીનરીઓને લઇ જવામાં આવી રહી હોવાના દ્રશ્યો જોતાં લોકો પણ ચકિત થઈ ગયા હતા. જોકે કચરાના વાહનોમાં સુરત મહાનગર પાલિકા દ્વારા આ મશીન લઈ જવા આવી ગયા હોવા અંગે જ્યારે આ વાહનોમાં સવાર વાહનચાલકો અને કર્મચારીઓને પૂછવામાં આવતા તેઓ સમગ્ર બાબતથી અજાણ હોવાનું અને ઇમરજન્સી હોવાથી આવા વાહનોમાં લઇ જવામાં આવી ગયા હોવાનો ગાણું ગાયું હતું.

 સુરત સિવિલ ખાતે 305 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોરોનાની દર્દીઓ વધતા અન્ય વધારાના વેન્ટિલેટર માંગવામાં આવ્યાની માહિતી મળી છે. સુરતમાં કોરોના કેસ સતત વધી રહ્યા હોવાથી વેન્ટિલેટરની સાથે સાથે બેડ પણ ખૂટી પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.

સુરતમાં મનપામાં વિપક્ષી આમ આદમી પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર કટાક્ષ કર્યો છે. જેમાં લખ્યું છે કે ગુજરાતમાં કચરાન ગાડીમાં વેન્ટિલેટર લઈ જતા ડ્રાઇવરનું નામ વિકાસ છે. સુરત આપની આ પોસ્ટ પછી, લોકો દ્વારા અનેક પ્રકારની ટિપ્પણીઓ સામે આવી રહી છે.

આ પણ વાંચો :સુરતમાં કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટમાં

ઘણા લોકો ભાજપ સરકારની આરોગ્ય કાર્યવાહી પર સવાલ ઉભા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, ફેંકુ અભણથી દેશ ચલાવી શકે છે તો આ કેમ ન થઇ શકે, તો બીજા યુઝરે લખ્યું કે ઓછામાં ઓછું વેન્ટિલેટરની વ્યવસ્થા થઈ રહી છે, તમારી ઉપલબ્ધિ શું છે.

આ પણ વાંચો :વધતા જતા કેસ ને લઈને મહત્વનો નિર્ણય