Not Set/ મોરબી પેટા ચુંટણી, ભાજપના બ્રિજેશભાઈ અને કોંગ્રેસના જયંતીભાઈએ ભર્યા ઉમેદવારી ફોર્મ

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પણ ટીકીટ માટેની રેસમાં છેલ્લે સુધી હતા. જોકે પક્ષે ટીકીટ ના આપતા અસંતોષ જોવા મળ્યો હતો અને આજે ઉમેદવારી ફોર્મ ભરાય તે પૂર્વે તેઓએ ભાજપ નેતાઓની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો.

Gujarat Others
morbi election

@રવી નિમાવત, મંતવ્ય ન્યૂઝ- મોરબી

  • પેટા ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું
  • જીલ્લા પંચાયત પ્રમુખે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો

૬૫ મોરબી-માળિયા વિધાનસભા પેટા ચુંટણીના પડઘમ વાગી ગયા છે. ઉમેદવારી ફોર્મ ભરવાની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે આજે મોરબી વિધાનસભા પેટા ચુંટણી જંગ માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જોકે ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું જેમાં જીલ્લા પંચાયત પ્રમુખે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો.

પેટા ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વ આજે બ્રિજેશભાઈ મેરજાએ નવલખી રોડ પરના પરશુરામધામ મંદિર ખાતે પત્ની સુશીલાબેન સાથે ગાયત્રીયજ્ઞમાં હાજરી આપી હતી અને બાદમાં વિજય મુર્હતમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.  તો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલે પણ આજે નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમજ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જીલ્લા પંચાયત પ્રમુખે કેસરિયા કરતા કોંગ્રેસ છાવણીમાં સોપો

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પણ ટીકીટ માટેની રેસમાં છેલ્લે સુધી હતા. જોકે પક્ષે ટીકીટ ના આપતા અસંતોષ જોવા મળ્યો હતો અને આજે ઉમેદવારી ફોર્મ ભરાય તે પૂર્વે તેઓએ ભાજપ નેતાઓની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો.  જેથી પેટા ચુંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.  એટલું જ નહિ તેઓએ કોંગ્રેસ ધારાસભ્ય અને જીલ્લા પ્રમુખ લલિત કગથરા તેમજ હાર્દિક પટેલ સામે રૂપિયાથી ટીકીટ વેચવાના આક્ષેપો પણ કર્યા હતા. પક્ષમાં સતત અવગણના થતી હોય અને ૧૫ વર્ષથી સક્રિય ના હોય તેવા ઉમેદવારને આર્થિક વ્યવહાર કરીને ટીકીટ આપતા તેઓએ પક્ષ છોડ્યો છે અને ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.