Not Set/ ગુજરાત યુનિવર્સિટીમાં B.Sc.ની ૮૫૦૦ બેઠક સામે ૧૭ હજારથી વધુનું રજિસ્ટ્રેશન થયું

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી હસ્તકની સાયન્સ (બીએસસી) કોલેજોમાં પ્રવેશ માટે ૮૫૦૦ જેટલી બેઠકો સામે  ૧૭,૦૦૦થી વધુ વિધાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જયારે ૧૮૦૦૦થી વધુ પિનનું વેચાણ થયું છે. ૧૮૦૦૦થી વધુ પિનનું વેચાણ થયું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક  બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર કર્યા બાદ ગુજરાત […]

Ahmedabad Gujarat Trending
Gujarat University ગુજરાત યુનિવર્સિટીમાં B.Sc.ની ૮૫૦૦ બેઠક સામે ૧૭ હજારથી વધુનું રજિસ્ટ્રેશન થયું

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી હસ્તકની સાયન્સ (બીએસસી) કોલેજોમાં પ્રવેશ માટે ૮૫૦૦ જેટલી બેઠકો સામે  ૧૭,૦૦૦થી વધુ વિધાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જયારે ૧૮૦૦૦થી વધુ પિનનું વેચાણ થયું છે.

૧૮૦૦૦થી વધુ પિનનું વેચાણ થયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક  બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ (બીએસસી) કોલેજોની ૮૫૦૦થી વધુ બેઠકો પરની પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત બીએસસી કોલેજોની ૮૫૦૦થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ૧૭૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

૫૦૦૦થી વધુએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવ્યું

આ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના ડોક્યુમેન્ટસનું વેરિફિકેશન પણ કરાવી લીધું છે. જયારે બીજી તરફ કુલ મળીને કુલ ૧૮૦૦૦થી જેટલા પ્રવેશ વાંચ્છું વિદ્યાર્થીઓએ પિન નંબર પણ મેળવી લીધા છે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટી બીએસસી પ્રવેશ સમિતિના સભ્ય પ્રોફેસર ધવલ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી હસ્તકની વિવિધ બીએસસી કોલેજોની કુલ ૮૫૦૦થી વધુ બેઠકો પર પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના અંતર્ગત આજ સુધીમાં ૨૨૦૦૦થી વધુ પિનનું વેચાણ થયું છે. જેની સામે ૧૭૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. જયારે ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પણ કરાવી લીધું છે.

તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે આટલી બેઠકો સામે ૨૨૦૦૦થી વધુ પિનનું વેચાણ થયું હતું. જો કે મેડિકલ, પેરા મેડિકલ અને ઇજનેરીમાં પ્રવેશ બાદ તમામ બેઠકો ભરાઈ ગઈ હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના ધોરણ-12 સાયન્સના પરિણામ પછી બીએસસીમાં રજિસ્ટ્રેશન માટેની અંતિમ મુદત તા. ૨૫ મી મે રાખવામાં આવી હતી તેમાં વધારો કરીને તેને તા. ૨૯મી મે સુધી લંબાવી દેવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની અંતિમ તારીખ તા. ૨૬મી મે હતી, તેને પણ વધારીને તા. 30 મી મે સુધીની કરી દેવામાં આવી છે.