Not Set/ ઉના/ માતા -પુત્રની હત્યા કરાઈ,20 દિવસ પહેલાં જ પતિએ કર્યો હતો આપઘાત

ઉનાના ગાંગડા ગામના વાડી વિસ્તારમાં માતા-પુત્રની હત્યા થઈ ગઈ છે.જોવાની વાત એ છે કે મૃતક મહિલાના પતિએ 20 દિવસ પહેલા જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે પણ હજુ કારણ અકબંધ છે. બીજી તરફ મૃતક મહિલાને અન્ય પુરૂષ સાથે આડાસબંધ હોય જેઠે જ હત્યા કરી હોવાનો મૃતકના ભાઇએ આક્ષેપ કર્યો છે. સવારે 10 વાગે […]

Gujarat Others
mahiar 2 ઉના/ માતા -પુત્રની હત્યા કરાઈ,20 દિવસ પહેલાં જ પતિએ કર્યો હતો આપઘાત

ઉનાના ગાંગડા ગામના વાડી વિસ્તારમાં માતા-પુત્રની હત્યા થઈ ગઈ છે.જોવાની વાત એ છે કે મૃતક મહિલાના પતિએ 20 દિવસ પહેલા જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે પણ હજુ કારણ અકબંધ છે.

બીજી તરફ મૃતક મહિલાને અન્ય પુરૂષ સાથે આડાસબંધ હોય જેઠે જ હત્યા કરી હોવાનો મૃતકના ભાઇએ આક્ષેપ કર્યો છે. સવારે 10 વાગે માતા પુત્રની હત્યા કરી બંનેની લાશને ઢસડીને કપાસના પાકમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંગડા ગામે રહેતા 30 વર્ષના અનકબેન કનુભાઇ ગોહિલના 11 વર્ષના પુત્ર મહર્શીની પાઇપ અને લાકડીના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી હતી.

મૃતક મહિલાના ભાઇ લખુભાઇએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મને શંકા મારી બહેનના જેઠ પ્રતાપભાઇ પર છે. મારા બનેવીના સગા ભાઇ છે. સનખડાના મહેન્દ્રભાઇ અને મારી બહેન વચ્ચે આડાસંબંધ ચાલતા હતા. પ્રતાપભાઈએ મારા બહેન અને મહેન્દ્રભાઇને જોઇ જતા મારી મારી બહેનને મારી નાંખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.