Not Set/ વલસાડ પાસે વીજતાર તૂટતા મુંબઈ-સુરત Rail વ્યવહાર ખોરવાયો

અમદાવાદ: વિરાર અને ભરૂચ વચ્ચે દોડતી શટલ મેમુ ટ્રેનનો પેન્ટોગ્રામ પારડી-વલસાડ વચ્ચે તૂટતા Rail (રેલવે) વીજ લાઈન તૂટી પડી હતી. જેના પગલે મુંબઈ અને સુરત વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. જેના કારણે મોટા ભાગની ટ્રેન અડધો કલાકથી એક કલાક જેટલી મોડી પડી રહી છે. રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કામ શરૂ કરાયું અમદાવાદ […]

Top Stories Ahmedabad Gujarat Surat Vadodara Trending
Mumbai-Surat Rail Transit Disrupted after Valsad collapsed

અમદાવાદ: વિરાર અને ભરૂચ વચ્ચે દોડતી શટલ મેમુ ટ્રેનનો પેન્ટોગ્રામ પારડી-વલસાડ વચ્ચે તૂટતા Rail (રેલવે) વીજ લાઈન તૂટી પડી હતી. જેના પગલે મુંબઈ અને સુરત વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. જેના કારણે મોટા ભાગની ટ્રેન અડધો કલાકથી એક કલાક જેટલી મોડી પડી રહી છે.

રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કામ શરૂ કરાયું

અમદાવાદ અને મુંબઈને જોડતા રેલ વ્યવહારમાં વલસાડ નજીક વલસાડ અને પારડી વચ્ચે રેલવેનો  વીજતાર અકસ્માતે તૂટી પડ્યો છે જેના કારણે મુંબઈથી સુરત, વડોદરા અને અમદાવાદ સાથેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈના વિરારથી ભરૂચ સુધી દોડતી શટલ મેમુ ટ્રેનનો પેન્ટોગ્રામ પારડી-વલસાડ વચ્ચે અકસ્માતે તૂટી ગયો હતો. પેન્ટોગ્રામ તૂટતાની સાથે રેલવે વીજ લાઈન પણ તૂટી પડી હતી. જેના કારણે મુંબઈથી સુરત, વડોદરા, અમદાવાદ સહિતના અનેક શહેરો વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.

પારડી- વલસાડ વચ્ચેનો રેલવેનો વીજતાર તૂટતા આ રૂટ પર દોડતી તમામ શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ સહિતની સુપરફાસ્ટ, એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન તેમજ ગુડ્સ ટ્રેન સહિતની ટ્રેનો એક કલાકથઈ વધુ સમય માટે મોડી દોડી રહી થઈ છે.

પારડી-વલસાડ વચ્ચે રેલવેનો વીજતાર તૂટી પાડતા મુંબઈથી સુરત તરફ આવતા હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે. આ તૂટેલા વીજતારનું સમારકામ કરવા માટે રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વિરાર ભરૂચ શટલ મેમુ ટ્રેનનું રિપેરીંગ પણ વલસાડ યાર્ડ ખાતે હાથ ધરવામાં આવી રહ્યું છે.