Not Set/ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

ગુજરાત, કેવડીયા પંથકમાં આદિવાસીઓમાં થઇ રહેલા વિરોધ યથાવત રહ્યો છે. ત્યારે નવસારી પણ  સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધ બંધની અસર વર્તાઇ  હતી. ચીખલી ખાતે બિટીએસના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો. જેને લઇને આલીપોર દેગામ રોડ ઉપર પોલીસ અને બિટીએસ કાર્યકરો સામસામે આવી ગયા હતા. ચીખલીના આલીપોર-દેગામ માર્ગ પર બીટીએસના કાર્યકરો અને જિલ્લા પોલીસ સામસામે આદિવાસીઓના મોતની […]

Top Stories Gujarat Others Trending
mantavya 556 ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

ગુજરાત,

કેવડીયા પંથકમાં આદિવાસીઓમાં થઇ રહેલા વિરોધ યથાવત રહ્યો છે. ત્યારે નવસારી પણ  સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધ બંધની અસર વર્તાઇ  હતી.

mantavya 552 ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

ચીખલી ખાતે બિટીએસના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો. જેને લઇને આલીપોર દેગામ રોડ ઉપર પોલીસ અને બિટીએસ કાર્યકરો સામસામે આવી ગયા હતા.

vlcsnap 2018 10 31 14h54m09s768 ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

ચીખલીના આલીપોર-દેગામ માર્ગ પર બીટીએસના કાર્યકરો અને જિલ્લા પોલીસ સામસામે આદિવાસીઓના મોતની ઠાઠડી સાથે અંતિમ યાત્રા કાઢીવિરોધ કર્યો હતો. પોલીસે બીટીએસ કાર્યકર્તાઓને અટકાવતા તેમણે રસ્તે બેસી ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો.

mantavya 558 ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

બીજીબાજુ ભાજપના કાર્યકરો પણ રસ્તે ઉતારી આવેલા આદિવાસી યુવાનને રોકીને જય સરદાર બોલવા મજબૂર કર્યા હતાં. આવી તંગ પરિસ્થિતિને સાચવવા માટે જિલ્લા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.

mantavya 553 ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

300 થી વધુ કાર્યકરોએ રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો..આથી પોલીસ કાફલો  ઘટના સ્થળે પહોચી ગઇ હતી..ભાજપ કાર્યકરોએ આદિવાસી યુવક પાસે જય સરદારના નારા બોલાવ્યા હતા.

mantavya 554 ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

સ્ટેચ્ચુ ઓફ યુનિટીનો આદિવાસીઓએ વિરોધ કર્યો હતો.. આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા અને રાજેશ વસાવાએ વિરોધ કર્યો હતો. કાળા ફુગ્ગા ઉડાવી સરદારની પ્રતિમાના લોકાર્પણનો વિરોધ કર્યો હતો.

mantavya 555 ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

સુરત

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ સુરતમાં પણ કરવામાં આવ્યો હતો, જ્યાં ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો, પોલીસે 22 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. mantavya 557 ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

અરવલ્લી

અરવલ્લી  ભિલોડામાં આજે સજ્જડ બંધ છે. ભિલોડાબિટીએસના નામે બંધની  પત્રિકા વહેતી થઇ હતી..કેવડીયા ખાતે સરદાર સાહેબની સર્વોચ્ચ પ્રતિમાના લોકાર્પણનો વિરોધ કર્યો હતો.

mantavya 559 ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુદ્દે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ, ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામ

ભિલોડા તાલુકા ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું  હતું… બજારો બંધ કરાવી આદિવાસી સમાજ અસહકાર આંદોલન કરશે… અનિચ્છનિય બનાવ ન બને તેમાટે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે..