Not Set/ રાજકોટ/ લોકોને નકલી આયુષ્યમાન કાર્ડ પધારવતા 8 લોકો પકડાયા,હજારો બોગસ કાર્ડ ફરતા થયા

રાજકોટમાં નકલી આયુષ્યમાનનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.સ્કૂલના એક કેમ્પમાં જ બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવતી ટોળકી સામે આવી છે. રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડ મામલે 8 લોકોની અટકાયત કરવામાં આવી છે.પોલીસે ત્રણ ઓપરેટર અને કાર્ડ કાઢવાની કીટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સાથોસાથ 1.2 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી પોલીસ તપાસમાં એવુ સામે આવ્યું છે કે […]

Rajkot Gujarat
aaaamaha 3 રાજકોટ/ લોકોને નકલી આયુષ્યમાન કાર્ડ પધારવતા 8 લોકો પકડાયા,હજારો બોગસ કાર્ડ ફરતા થયા

રાજકોટમાં નકલી આયુષ્યમાનનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.સ્કૂલના એક કેમ્પમાં જ બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવતી ટોળકી સામે આવી છે. રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડ મામલે 8 લોકોની અટકાયત કરવામાં આવી છે.પોલીસે ત્રણ ઓપરેટર અને કાર્ડ કાઢવાની કીટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સાથોસાથ 1.2 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી

પોલીસ તપાસમાં એવુ સામે આવ્યું છે કે રાજ્યભરમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કૌભાંડ ચાલતુ હતું.અંદાજીત12 હજારથી વધુ લોકો પાસે 700 પ્રતિકાર્ડ વસુલવામાં આવ્યા હોવાનો અંદાજ સામે આવ્યો છે.

રાજકોટમાં આયુષમાન કાર્ડનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં લાલબહાદુર શાસ્ત્રી સ્કુલમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. કેમ્પમાં જે લોકો પાસે  BPL કાર્ડ હોય તેમની પાસેથી 30 રૂપિયા અને જેની પાસે ના હોય તેની પાસેથી રૂપિયા 700 લેવામાં આવતા હતાં.

જયારે આ ઘટનાની જાણ આરોગ્ય વિભાગનાં ચેરમેને તંત્રને કરવામાં આવી ત્યારે તેઓ ઘટના સ્થળે જઇને દરોડા પાડ્યાં હતાં. જેમાં સામે આવ્યું હતું કે અત્યાર સુધી હજારો લોકોના નકલી આયુષમાન કાર્ડ કાઢવામાં આવ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.