Rajkot Gamezone Tragedy/ રાજકોટ અગ્નિકાંડમાં આરોપી પોતે આગની ઝપેટમાં આવી ગયાની શંકા

આરોપીના ભાઈએ પોલીસને જાણ કરી હોવાનું પણ કહેવાય છે

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 05 27T203535.752 રાજકોટ અગ્નિકાંડમાં આરોપી પોતે આગની ઝપેટમાં આવી ગયાની શંકા

Rajkot News : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપી પોલીસના કબજામાં છે, જ્યારે બાકીના ફરાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. બીજીતરફ ફરાર આરોપી પ્રકાશ હિરણ (જૈન) ખુદ આગની ઝપટમાં આવી ચૂક્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગે એક અરજી પ્રકાશ જૈનના ભાઈએ પોલીસમાં અરજી પણ આપી હોવાનું કહેવાય છે. જામાં જમાવાયું છે કે પ્રકાશ કનૈયાલાલ હિરણ મારો ભાઈ છે અને તે ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે મારો ભાઈ અંદર જ હતો. આ અકસ્માત પછી તેમનો અમારા પરિવાર સાથે કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. તપાસમાં મારા ભાઈની ગાડી પણ ત્યાં જ પડેલી છે. તેના બધા જ નંબર ઘટના પછી બંધ આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રકાશ હિરણના ભાઈ જિતેન્દ્ર હિરણનું કહેવું છે કે ગેમ ઝોનમાં પ્રકાશની ગેમઝોનમાં ભાગીદારી બાબતે તેઓ કંઈ જાણતા નથી. ચારેક વર્ષથી તેનો ભાઈ રાજકોટ રહેતો હતો. હું ગેમઝોનમાં જતો હોવાથી થોડી માહિતી છે પણ વધારે કઈં માહિતી નથી.
પ્રકાશ હિરણની શોધમાં જિતેન્દ્ર હિરણની સાથેની એક વ્યક્તિએ કહ્યું, પ્રકાશભાઇનો કોઇ પત્તો નથી. તેમનો જે છેલ્લો વીડિયો આવ્યો છે એમાં એવું જોવા મળે છે કે તેઓ આગ ઓલવવા માટે ગેમઝોનમાં ગયા હતા, જોકે બહાર નીકળતાં તેમને કોઇએ જોયા નથી. સીસીટીવી તથા જે આરોપીઓ ઝડપાયા છે તેમના નિવેદનથી ખબર પડી જશે કે પ્રકાશભાઇ ક્યાં છે. તેમના ભાઈનું કહેવું છે કે પ્રકાશભાઈ સાથે તેમને ખાસ કંઈ સંબંધ નથી. લગ્ન જેવા પ્રસંગે ક્યારેક મળીએ છીએ.મૂળ રાજસ્થાનના પ્રકાશ હિરણનું અલગ-અલગ ગેમ ઝોનમાં મશીનરીમાં રોકાણ છે. ટીઆરપી ગેમ ઝોનમાં મોટાભાગની તેની ભાગીદારી છે. વહીવટી તંત્ર પાસેથી અલગ-અલગ ગેમ ઝોન માટે જે ડિલ કરવાની હોય એ કામગીરી પ્રકાશ કરતો હોવાનું કહેવાય છે. નીતિન જૈન પણ રાજસ્થાનનો વતની હોવાથી તેને ગેમ ઝોનમાં મેનેજર તરીકે રાખવામાં આવ્યો હોવાનું સુત્રોનું કહેવું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ વર્ષોથી એકબીજાના મિત્રો છે. રાહુલ રાઠોડને પહેલાંથી જ વાહનોનું મોડિફિકેશન કરવાનો શોખ હતો. તે પોતે વેલ્ડિંગ કામ કરતો હતો. બીજી તરફ યુવરાજસિંહસૂત્રોએ વધુમાં કહ્યું હતું કે રાહુલ રાઠોડ અને યુવરાજસિંહ રાજકોટ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગો-કાર્ટની સ્પર્ધામાં ઊતરતા હતા. આ રમતમાં મજા આવતી હતી એ ગો-કાર્ટિંગની રમત દિલ્હી અને મુંબઈ જેવાં શહેરોની જેમ રાજકોટમાં પણ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આ જ અરસામાં તેમને કેટલાક લોકોનું નાણાકીય મદદ મળી હતી. બાદમાં રાજકોટમાં ખાલી પ્લોટમાં પહેલા ગો-કાર્ટ અને ત્યાર બાદ ગેમ ઝોન ઊભું થઈ ગયું હતું.
બીજીતરફ રાજકોટની આ ગોઝારી ઘટનામાં પોલીસે આરોપી યુવરાજસિંહ સોલંકી સહિત છ આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 304,308,337,338 એને કલમ 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે સિવાય ક્રાઈમ બ્રાંચે અનેક શખ્સોની અટક કરીને તેમની પુછપરછ હાથ ધરી છે. પુછપરછ બાદ તેમની ભુમિકા જાણીને તેમની ધરપકડ કરવામાં આવશે.

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપી પોલીસના કબજામાં છે, જ્યારે બાકીના ફરાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. બીજીતરફ ફરાર આરોપી પ્રકાશ હિરણ (જૈન) ખુદ આગની ઝપટમાં આવી ચૂક્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગે એક અરજી પ્રકાશ જૈનના ભાઈએ પોલીસમાં અરજી પણ આપી હોવાનું કહેવાય છે.પ્રકાશ કનૈયાલાલ હિરણ મારો ભાઈ છે અને તે ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે મારો ભાઈ અંદર જ હતો. આ અકસ્માત પછી તેમનો અમારા પરિવાર સાથે કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. તપાસમાં મારા ભાઈની ગાડી પણ ત્યાં જ પડેલી છે. તેના બધા જ નંબર ઘટના પછી બંધ આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રકાશ હિરણના ભાઈ જિતેન્દ્ર હિરણનું કહેવું છે કે ગેમ ઝોનમાં પ્રકાશની ગેમઝોનમાં ભાગીદારી બાબતે તેઓ કંઈ જાણતા નથી. ચારેક વર્ષથી તેનો ભાઈ રાજકોટ રહેતો હતો. હું ગેમઝોનમાં જતો હોવાથી થોડી માહિતી છે પણ વધારે કઈં માહિતી નથી.
પ્રકાશ હિરણની શોધમાં જિતેન્દ્ર હિરણની સાથેની એક વ્યક્તિએ કહ્યું, પ્રકાશભાઇનો કોઇ પત્તો નથી. તેમનો જે છેલ્લો વીડિયો આવ્યો છે એમાં એવું જોવા મળે છે કે તેઓ આગ ઓલવવા માટે ગેમઝોનમાં ગયા હતા, જોકે બહાર નીકળતાં તેમને કોઇએ જોયા નથી. સીસીટીવી તથા જે આરોપીઓ ઝડપાયા છે તેમના નિવેદનથી ખબર પડી જશે કે પ્રકાશભાઇ ક્યાં છે. તેમના ભાઈનું કહેવું છે કે પ્રકાશભાઈ સાથે તેમને ખાસ કંઈ સંબંધ નથી. લગ્ન જેવા પ્રસંગે ક્યારેક મળીએ છીએ.મૂળ રાજસ્થાનના પ્રકાશ હિરણનું અલગ-અલગ ગેમ ઝોનમાં મશીનરીમાં રોકાણ છે. ટીઆરપી ગેમ ઝોનમાં મોટાભાગની તેની ભાગીદારી છે. વહીવટી તંત્ર પાસેથી અલગ-અલગ ગેમ ઝોન માટે જે ડિલ કરવાની હોય એ કામગીરી પ્રકાશ કરતો હોવાનું કહેવાય છે. નીતિન જૈન પણ રાજસ્થાનનો વતની હોવાથી તેને ગેમ ઝોનમાં મેનેજર તરીકે રાખવામાં આવ્યો હોવાનું સુત્રોનું કહેવું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ વર્ષોથી એકબીજાના મિત્રો છે. રાહુલ રાઠોડને પહેલાંથી જ વાહનોનું મોડિફિકેશન કરવાનો શોખ હતો. તે પોતે વેલ્ડિંગ કામ કરતો હતો. બીજી તરફ યુવરાજસિંહસૂત્રોએ વધુમાં કહ્યું હતું કે રાહુલ રાઠોડ અને યુવરાજસિંહ રાજકોટ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગો-કાર્ટની સ્પર્ધામાં ઊતરતા હતા. આ રમતમાં મજા આવતી હતી એ ગો-કાર્ટિંગની રમત દિલ્હી અને મુંબઈ જેવાં શહેરોની જેમ રાજકોટમાં પણ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આ જ અરસામાં તેમને કેટલાક લોકોનું નાણાકીય મદદ મળી હતી. બાદમાં રાજકોટમાં ખાલી પ્લોટમાં પહેલા ગો-કાર્ટ અને ત્યાર બાદ ગેમ ઝોન ઊભું થઈ ગયું હતું.
બીજીતરફ રાજકોટની આ ગોઝારી ઘટનામાં પોલીસે આરોપી યુવરાજસિંહ સોલંકી સહિત છ આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 304,308,337,338 એને કલમ 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે સિવાય ક્રાઈમ બ્રાંચે અનેક શખ્સોની અટક કરીને તેમની પુછપરછ હાથ ધરી છે. પુછપરછ બાદ તેમની ભુમિકા જાણીને તેમની ધરપકડ કરવામાં આવશે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ