Not Set/ કોંગ્રેસના એક સાંધે ત્યાં તેર તૂટે છે,પરેશ ધાનાણી સામે નવો મોરચો ખુલ્યો

અમરેલી, અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં જ સળવળાટ જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જિલ્લા પંચાયતના સદસ્યો મેદાનમાં ઉતર્યા છે અને પરેશ ધાનાણી રાજીનામુ આપે તેવી માગ કરી હતી. તેમજ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરત ગીડાએ પરેશ ધાનાણી અને દુધાત સામે સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત […]

Gujarat Others
eep 9 કોંગ્રેસના એક સાંધે ત્યાં તેર તૂટે છે,પરેશ ધાનાણી સામે નવો મોરચો ખુલ્યો
અમરેલી,
અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં જ સળવળાટ જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જિલ્લા પંચાયતના સદસ્યો મેદાનમાં ઉતર્યા છે અને પરેશ ધાનાણી રાજીનામુ આપે તેવી માગ કરી હતી.
તેમજ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરત ગીડાએ પરેશ ધાનાણી અને દુધાત સામે સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત વિજપડી બેઠકના લાલભાઈ મોર, આંબરડી બેઠકના દિપક માલાણી અને ભરત ગીડાએ કોંગ્રેસ પ્રદેશને પત્ર લખી પરેશ ધાનાણીના રાજીનામાની માગ કરી હતી..
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી એક પછી એક પત્તા પડી રહ્યા છે ત્યારે હાલ કોંગ્રસની  એક સાંધો ત્યાં તેર તુટેની સ્થિતિ જોવા મળી રહી છે.ધારાસભ્યોના આપેલા રાજીનામાં બાદ કોંગ્રેસમા બળવાની સ્થિતિ જોવા મળી રહી છે.