Not Set/ સુપ્રિમ કોર્ટના ચુકાદાના અભ્યાસ બાદ નિર્યણ લઈશું : પ્રદીપસિંહ જાડેજા

ફિલ્મ પદ્માવત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફિલ્મ કયા રાજ્યોમાં રિલીઝ થશે અને કયા રાજ્યોમાં નહીં એ અંગે પ્રશ્નો ઊભા થયા છે.ત્યારે આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ફિલ્મ -પદ્માવત-પર પ્રતિબંધ હતો, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરાશે. અને ત્યાર બાદ આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. તો આની સાથે પ્રદીપસિંહ જાડેજાએ […]

Top Stories
DSX3gJ4WsAAucAD સુપ્રિમ કોર્ટના ચુકાદાના અભ્યાસ બાદ નિર્યણ લઈશું : પ્રદીપસિંહ જાડેજા

ફિલ્મ પદ્માવત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફિલ્મ કયા રાજ્યોમાં રિલીઝ થશે અને કયા રાજ્યોમાં નહીં એ અંગે પ્રશ્નો ઊભા થયા છે.ત્યારે આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ફિલ્મ -પદ્માવત-પર પ્રતિબંધ હતો, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરાશે. અને ત્યાર બાદ આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. તો આની સાથે પ્રદીપસિંહ જાડેજાએ રાજપૂત સમાજના લોકોને વિરોધ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આ ફિલ્મના આકરા વિરોધ બાદ તેમના અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે અને ફિલ્મનું નામ પણ બદલવામાં આવ્યું છે. આમ છતાં, ફિલ્મ સામેનો વિરોધ યથાવત છે અને નામ પરિવર્તન બાદપણ ગત અઠવાડિયે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ફિલ્મ પર પ્રતિબંધની વાત કરી હતી.

વિરોધ યથાવત હવે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ ખસેડી લીધા બાદ પણ આ નિર્ણયનો પણ વિરોધ થઇ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્ર સિંહ કાલવીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કહ્યું કે, સમગ્ર દેશમાં સામાજિક સંગઠનોને અપીલ કરું છું કે, પદ્માવત ચાલવી ન જોઇએ. ફિલ્મ હોલ પર જનતા કરફ્યૂ લગાવી દે. તો હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અમારી વાત સાંભળ્યા વિના નિર્ણય આપી દીધોછે, પરંતુ અમે નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમે આદેશ વાંચીશું અને જોઇશું કે એની વિરુદ્ધ અપીલ થઇ શકે છે કેમ.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ -પદ્માવતની રિલીઝ ડેટ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ તેના લગતા અનેક વિવાદો આકાર લઇ રહ્યાં છે. સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને સર્ટિફિકેટ મળ્યા બાદ પણ ગુજરાત અને રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેની સામે ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અંગે નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને જણાવ્યું હતું કે, ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યા બાદ તેમણે ફિલ્મની રિલીઝ અટકાવવી ન જોઇએ.

પદ્માવત ફિલ્મ મામલે સુપ્રીમકોર્ટના આદેશનો મામલે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન આપ્યું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, સુપ્રીમકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરાશે. આ અંગે વચગાળાના સ્ટે અંગે અભ્યાસ પણ કરાશે તેમણે જણાવ્યું હતું કે, ક્ષત્રિયોના વિરોધના કારણે ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો હતો.