Not Set/ પાટણ: કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ કરોડોની ઉચાપત કર્યાની ફરિયાદ

પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ વિરુદ્ધ કરોડો રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિએ નોંધાવી છે. પોલીસે આ બાબતે તાપસના ચક્રો ગતિમાન કર્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ પ્રો. બી.એ.પ્રજાપતિની ફરિયાદ મુજબ, કિરીટ પટેલે વર્ષ 2012થી 2016 દરમિયાન કોલેજની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ […]

Top Stories Gujarat Others
kirit c patel open campaign cover 22852 1511771091 cr પાટણ: કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ કરોડોની ઉચાપત કર્યાની ફરિયાદ

પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ વિરુદ્ધ કરોડો રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિએ નોંધાવી છે. પોલીસે આ બાબતે તાપસના ચક્રો ગતિમાન કર્યા છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ પ્રો. બી.એ.પ્રજાપતિની ફરિયાદ મુજબ, કિરીટ પટેલે વર્ષ 2012થી 2016 દરમિયાન કોલેજની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે.

11006200efa40cc752b13fdc683d48a2 e1544079249450 પાટણ: કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ કરોડોની ઉચાપત કર્યાની ફરિયાદ
mantavyanews.com [File Image]
મહત્વનું છે કે, કિરીટ પટેલની પણ રાજકીય તેમજ શૈક્ષણિક કારકિર્દી રહી છે. વર્ષ 2012થી 2016 દરમિયાન તેઓ કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા. તેઓ પાસ કન્વીનર પણ રહી ચુક્યા છે.

ફરિયાદ બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને યુનિવર્સીટીના કુલપતિ વચ્ચે કોલ્ડવોર હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા કિરીટ પટેલે કુલપતિ પાર બી.એડ ભરતીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ લગાવ્યા હતા.

ત્યારે કુલપતિએ પણ કિરીટ પટેલ વિરુદ્ધ MSW ભરતીમાં કરોડોની ઉચાપત થઇ હોવાની અરજી પોલીસને આપી હતી. જેમાં પોલીસે તપાસ કરતા કૌભાંડ થયું હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદ નોંધી હતી.