Not Set/ પાટણ: જમીન ખાલી કરાવવા માટે હુકમ કરતાં ખેડૂતના પરિવારે આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી

પાટણ, પાટણના સમીમાં ખેડૂતના પરિવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આ ચિમકી મામલતદારે સરકારી જમીન તાત્કાલિક ખાલી કરાવવા માટેના હુકમ કરતાં ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે, સમી તાલુકના વેડ ગામે  ખેડૂતની જમીન સરકાર હસ્તક થતા કલેકટરે કડક હાથે કામ લઇ જમીન ખાલી કરાવવા માટે હુકમ કર્યો હતો. મામલતદાર ઓફિસને હુકમ કરાતા સર્કલ સહીત પોલીસ ના બંદોબસ્ત […]

Gujarat Others
mantavya 279 પાટણ: જમીન ખાલી કરાવવા માટે હુકમ કરતાં ખેડૂતના પરિવારે આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી

પાટણ,

પાટણના સમીમાં ખેડૂતના પરિવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આ ચિમકી મામલતદારે સરકારી જમીન તાત્કાલિક ખાલી કરાવવા માટેના હુકમ કરતાં ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે, સમી તાલુકના વેડ ગામે  ખેડૂતની જમીન સરકાર હસ્તક થતા કલેકટરે કડક હાથે કામ લઇ જમીન ખાલી કરાવવા માટે હુકમ કર્યો હતો.

મામલતદાર ઓફિસને હુકમ કરાતા સર્કલ સહીત પોલીસ ના બંદોબસ્ત સાથે કાફલો વેંડ ગામે પહોંચ્યો હતો. આ જમીન પર ખેડૂત દ્વારા ખોટી રીતે કબ્જે મેળવી લેવામાં આવ્યો હતો.

જેથી કલેકટર દ્વારા કબ્જે દૂર કરવા માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા હાલ કલેકટરે કામગીરી મોકૂફ રાખી છે.