Not Set/ ગુજરાત/ ખેડૂતો પાકની સાથે સાથે માલધારીઓના પશુઓ પણ રોગચાળાના ભરડામાં…!!

અતિવૃષ્ટિ તેમજ વાતાવરણના બેવડા મારના કારણે ખેડૂતો પાકની સાથે સાથે માલધારીઓના પશુઓને પણ રોગચાળાએ ભરડામાં લીધા છે.  જેમાં  રાણેકપર, મંગળપર સહિતના ગામે મુંગા પશુઓને રસીઓ તેમજ સારવાર નહીં મળતાં દરરોજ  પશુઓ મોતને ભેટી રહ્યાં છે ત્યારે પશુપાલકોની માંગ છે કે પશુ ચિકિત્સક દ્વારા પશુઓને રસીઓ મુકવમ આવે તો  પશુપાલન કરતાં પશુપાલકોને રાહત મળે. પશુપાલન કરતાં […]

Gujarat Others
download 30 ગુજરાત/ ખેડૂતો પાકની સાથે સાથે માલધારીઓના પશુઓ પણ રોગચાળાના ભરડામાં...!!

અતિવૃષ્ટિ તેમજ વાતાવરણના બેવડા મારના કારણે ખેડૂતો પાકની સાથે સાથે માલધારીઓના પશુઓને પણ રોગચાળાએ ભરડામાં લીધા છે.  જેમાં  રાણેકપર, મંગળપર સહિતના ગામે મુંગા પશુઓને રસીઓ તેમજ સારવાર નહીં મળતાં દરરોજ  પશુઓ મોતને ભેટી રહ્યાં છે ત્યારે પશુપાલકોની માંગ છે કે પશુ ચિકિત્સક દ્વારા પશુઓને રસીઓ મુકવમ આવે તો  પશુપાલન કરતાં પશુપાલકોને રાહત મળે.

પશુપાલન કરતાં માલધારીઓ પોતાના જીવન નિર્વાહ માટે મોટાભાગનો સમય ઘરથી દૂર રહી પશુપાલન કરતાં હોય છે,  ત્યારે માલધારીઓના પશુઓને આપવામાં આવતી નિયમિત રસીઓથી વંચિત રહી જતાં હોય છે.  જેમાં રાણેકપર, મંગળપર સહિતના ગામે પશુ ચિકિત્સક રસી મુકવા આવતા જ નહીં હોવાનું માલધારીઓ જણાવી રહ્યાં છે.

તો સાથે રોગચાળાના કારણે દરરોજ  માલધારીને બે થી ત્રણ પશુઓ મોતને ભેટે છે,  જેના કારણે માલધારીઓ ને નુકસાન વેઠવું પડે છે, જ્યારે બીજી બાજુ પશુ ચિકિત્સક આવતા જ નહીં હોવાનુ જણાવ્યું હતું.  જેના કારણે માલધારીઓ ખાનગી પશુ ચિકિત્સક પાસે સારવાર કરવવા મજબૂર બને છે અને આ મજબૂરીનો લાભ પશુ ચિકિત્સક બરાબર ઉઠાવે છે.  ત્યારે માલધારીઓની વેદના  સરકાર સાંભળે તો પશુપાલકોને રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.