માપમાં રહેજો!/ વ્યાજખોરોના આતંક સામે ગુજરાત પોલીસ એકશનમાં

પ્રધાન મંત્રી સ્વનિધી યોજનાની લોન અપવવા તેમજ બેન્કો સાથે પોલીસ કરશે સંકલન

Mantavya Exclusive
Gujarat police in action

Gujarat police in action: રાજ્યમાં વ્યાજના વીશચક્ર માં ફસાયેલા પરિવારોને બહાર લાવવાની જવાબદારી હવે ગુજરાત પોલીસ નિભાવવા જઇ રહી છે. જેમાં ખુદ પોલીસ જરૂરિયાતવાળા લોકોને સરકારી કે સહકારી ક્ષેત્રની બેંકોમાંથી નિયમ મુજબ લોન મેળવી આપવા માટે તેમજ બેન્કો સાથે સંકલન કરવાનું કામ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે.

રાજ્યમાં 1288 લોક દરબારમાં સામે આવી ચોકાવનારી વિગતો

હાલ ગુજરાતમાં વ્યાજખોરો અને પઠાણી ઉઘરાણી કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની ખાસ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ખોટી રીતે વ્યાજનો વ્યવસાય કરી દાદાગીરી સાથે નાણાં ની ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે ખુદ પોલીસ લોકદરબાર દ્વારા વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા પરિવારોને સાંત્વના આપી વિધિવત ફરિયાદ પણ દાખલ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છેકે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હાલ વ્યાજખોરો સામે પગલાં લેવાની વિશેષ ઝુંબેશ અંતર્ગત હવે આવનાર સમયમાં પોલીસ લોન અપાવવાની કામગીરી પણ કરશે.

વ્યાજ ના ચક્રમાં ફસાયેલા પરિવારને પોલીસ કરશે મદદ

4 3 14 વ્યાજખોરોના આતંક સામે ગુજરાત પોલીસ એકશનમાં

ગુજરાતમાં વિવિધ વ્યાપાર સાથે સંકળાયેલા મધ્યમ અને નાના વર્ગનો કોઈપણ પરિવાર કે વ્યક્તિ વ્યાજના વિશે ચક્ર માં ફસાય નહીં તે માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક નવો અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. અને તે મુદ્દો હાલ વિચારણા હેઠળ છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાલ એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં વ્યાજખોરિયાઓનો આતંક ચરમશીમાએ પહોંચ્યો છે. સાથે સાથે ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજથી નાણાં ધિરનાર વ્યાજખોરો અને પઠાણી ઉઘરાણી કરતા શખ્સો સામે ગુજરાત સરકારે આકરી કાર્યવાહી શરૂ કરી છે. અને તે અંતર્ગત હાલ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ગુજરાત પોલીસ ઠેર ઠેર લોકદરબારી યોજી વ્યાજખોરોથી પરેશાન થતા વ્યક્તિ કે પરિવારોને રૂબરૂ બોલાવી સાંત્વના આપે છે. સાથે સાથે પઠાણી ઉઘરાણી તેમજ ડબલ વ્યાજ લેનારા તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કામગીરી થઇ રહી છે. નોંધનિય છેકે વ્યાજખોરો ના ચક્કરમાં આવી જવાના કારણે અનેક પરિવારો વિખરાયા હોવાના અહેવાલ સામે આવતાં સરકાર પણ હચમચી ગઇ છે. અને એટલે જ વ્યાજ ખોરો સામે તવાઈ બોલાવવા ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.

ગાંધીનગરમાં વર્ષોથી નાસ્તાનો વ્યવસાય કરતા પ્રકાશ ભક્તાણી એ મંતવ્ય ના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારે શરૂ કરેલી આ ઝુંબેશ સરાહનીય છે. પરંતુ વિવિધ બેંકેબલ યોજનાઓની માહિતી અને લોક જાગૃતતા ના અભાવે નાના વ્યાપારીઓ વ્યાજ ના ચક્રમાં ફસાઈ જાયછે.ત્યારે સરકારે આવી યોજનાઓનો બહોળો પ્રચાર કરવા અનુરોધ કર્યો હતો.

વ્યાજ ખોરીયા ને અંકુશમાં લેવા ગૃહ વિભાગનો શું છે પ્લાન

4 3 16 વ્યાજખોરોના આતંક સામે ગુજરાત પોલીસ એકશનમાં

રાજ્યના લોકો વ્યાજખોરિના ખપરમાં હોમાય નહીં તે હેતુથી આવનાર સમયમાં ગુજરાત પોલીસ નાગરિકોને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોન અપાવવાની કામગીરીમાં જરૂરી તમામ મદદ કરશે એટલું જ નહીં રાજ્યની તમામ મહાનગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા તાલુકા કક્ષાએ પોલીસ મથકને ફાળવાયેલા વિસ્તારમાં ખુદ પોલીસ લોક દરબાર કરશે જેમાં વિવિધ બેંકોના અધિકારીઓ પણ હાજર રહેશે. અને નાણાં ની જેને ખરેખર જરૂર છે. તેવા જરૂરિયાત મંદ લોકોને પોલીસ સંકલન કરવાની કામગીરી કરશે સાથે સાથે નાગરિકોને મળવા પાત્ર ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની વિગતો પણ આપવાનું આયોજન વિચારણા હેઠળ છે. જેનો અમલ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે. જોકે ગુજરાતમાં એક અંદાજ મુજબ ૧૫ લાખથી વધુ લારી ગલ્લા અને પાથરણાં વાળા વહેપારીઓ નાના મોટા કોઈકને કોઈક વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે આવા વ્યાપારીઓ પાસેથી ઠેર ઠેર કેટલાક વ્યાજખોરો ડેઇલી કલેક્શન ની ડાયરી પ્રથાથી 15 થી 20 ટકા જેટલા માતબર વ્યાજ ની વસૂલી કરવામાં આવી રહી છે. જોકે પઠાણી વ્યાજ અને વ્યાજના વીસ ચક્ર માં ફસાવવા પાછળ મુખ્ય કારણ સરકારની જે બેન્કેબલ યોજનાઓ ઉપલબ્ધ છે તેમાં લોક જાગૃતિના અભાવ ના કારણે નાગરિકો વ્યાજના વીસ ચક્ર માં ફસાતા હોવાનું પણ મનાઈ રહ્યું છ. જોકે આ બધી હકીકતો પોલીસ દ્વારા યોજાતા લોક દરબારમાં સામે આવી છે. ત્યારે રાજ્ય હવે સંવેદના સભર નિર્ણય કેટલો ઝડપથી કરશે અને તેનો અમલ ક્યારે થશે તે જોવું રહ્યું.

ગૃહ વિભાગના આદેશ બાદ કયા કેટલા લોક દરબાર યોજાયા અને કેટલી ફરિયાદો નોંધાઈ….

4 3 15 વ્યાજખોરોના આતંક સામે ગુજરાત પોલીસ એકશનમાં

ગૃહ વિભાગે 16 જાન્યુઆરી સુધી વ્યાજના વિશે ચક્ર માં ફસાયેલા લોકોને સાંભળવા માટે 1288 લોક દરબારો આયોજિત કર્યા છે, જેમાં માત્ર 2 સપ્તાહમાં જ 1026 ગુના વ્યાજખોરોના નોંધાયા છે. જે પૈકી 622 પોલીસ ફરિયાદ નોંધાય છે જે અંતર્ગત 635 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત ચાર આરોપીઓ સામે પાસા એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરી છે.

Reporter, Ujjaval Vyas, Gandhinagar

શ્રમિક અન્નપૂર્ણા યોજના/શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના વધુ સાત જિલ્લાઓમાં ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે