Not Set/ સુરત/ બર્થ ડે પાર્ટીમાં પોલિસે રંગમાં ભંગ પાડ્યો,દારૂ પીતા 14 લોકો પકડાયા

દારૂ બંધી હોવા છતાં પણ લોકો ખુલેઆમ દારૂની પાર્ટીઓ કરી રહ્યા છે.એવું લાગે છે કે કોઈને કાયદાની પડી જ નથી. એક પછી એક દારૂ પાર્ટી કરવામાં આવી રહી છે આવામાં વધુ કે દારૂ પાર્ટી સુરત શહેરમાં કરવામાં આવી હતી.જેનો પર્દાફાશ થયો છે, પીપલોદમાં ગત રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલી રહી હતી ત્યારે અચાનક દારૂની મહેફિલમાં […]

Gujarat Surat
Untitled 194 સુરત/ બર્થ ડે પાર્ટીમાં પોલિસે રંગમાં ભંગ પાડ્યો,દારૂ પીતા 14 લોકો પકડાયા

દારૂ બંધી હોવા છતાં પણ લોકો ખુલેઆમ દારૂની પાર્ટીઓ કરી રહ્યા છે.એવું લાગે છે કે કોઈને કાયદાની પડી જ નથી. એક પછી એક દારૂ પાર્ટી કરવામાં આવી રહી છે આવામાં વધુ કે દારૂ પાર્ટી

સુરત શહેરમાં કરવામાં આવી હતી.જેનો પર્દાફાશ થયો છે, પીપલોદમાં ગત રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલી રહી હતી ત્યારે અચાનક દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી હતી.

ઉમરા પોલીસ ગત રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પીપલોદ વિસ્તારના સુકૃતિ એપાર્ટમેન્ટમાં કંઇ શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોલીસ પહોંચી ત્યારે ત્યાં બર્થ-ડે પાર્ટીમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ ચાલતી ચોંકી ગઇ હતી. જો કે પોલીસને જોતા વેંત બર્થ-ડે પાર્ટીમાં દારૂના નશામાં ચુર તમામનો નશો ઉતરી ગયો હતો.

પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં 14 યુવકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા

પીપલોદ વિસ્તારના સુકૃતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશી નામના શખ્સના પુત્રની બર્થડેની પાર્ટીની ઉજવણી ચાલી રહી હતી, પોલીસે બાતમીને આધારે દરોડા કરતા દારૂ પીધેલી હાલતમાં 14 નબીરાઓની ધરપકડ કરી છે, અને 31 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે.

આ મામલે હાલ પોલીસે આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા, બાદમાં તેમને કોર્ટમાં હાજર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની મહેફિલમાંથી ધરપકડ 

શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશી

મનોહર મન્સુર શેખ

અજય જતીન ઢોલે

જયેશ ભાનજી બારૈયા

રાકેશ ભરતસિંહ પરમાર

હેનિશ રસિક બામરોલીયા

શંકર અશોક પટેલ

અનિલ શંકર રાઠોડ

આનંદ રમેશ પરદેશી

નૈનેશ ઠાકોર ગોહિલ

ભાવિન ભરત સોલંકી

ગિરીશ ચેતન ગામીત

ભાવેશ સુનિલ લાહોરે

મહેન્દ્ર લક્ષ્મણ સોસા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન