Not Set/ પીએમ મોદીની ગુજરાત મુલાકાત, કાળા રંગ પર પોલિસની રહેશે બાજ નજર

અમદાવાદ, જો આપને યાદ હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ ટાણે આદિવાસીઓ દ્વારા રાજપીપળા ખાતે કાળા ફુગ્ગા પર લોહીથી મોદી ગો બેક લખેલા સૂત્રો દર્શાવી આ ફુગ્ગાઓ આકાશમાં ઉડાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.એ સિવાય એપ્રિલ 2018માં તામિલનાડુમાં પણ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે વિપક્ષોએ કાળા રંગના બલુન ઉડાવીને વિરોધ કર્યો હતો. હવે જ્યારે પીએમ મોદી […]

Top Stories Ahmedabad Gujarat
koo 3 પીએમ મોદીની ગુજરાત મુલાકાત, કાળા રંગ પર પોલિસની રહેશે બાજ નજર

અમદાવાદ,

જો આપને યાદ હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ ટાણે આદિવાસીઓ દ્વારા રાજપીપળા ખાતે કાળા ફુગ્ગા પર લોહીથી મોદી ગો બેક લખેલા સૂત્રો દર્શાવી આ ફુગ્ગાઓ આકાશમાં ઉડાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.એ સિવાય એપ્રિલ 2018માં તામિલનાડુમાં પણ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે વિપક્ષોએ કાળા રંગના બલુન ઉડાવીને વિરોધ કર્યો હતો.

હવે જ્યારે પીએમ મોદી 17 તારીખે અમદાવાદ આવી રહ્યાં છે ત્યારે પોલિસની નજર કાળા કપડાં પર ખાસ રહેશે.વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વખતે કાળા રંગ સામે પોલીસે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ બિઝનેસ ઈવેન્ટ દરમિયાન ગુજરાત પોલીસના કર્મીઓ કાળા રંગના કપડાં કે વસ્તુ સાથે આવેલા પ્રદર્શનકારીઓ પર ચાંપતી નજર રાખશે.

અમદાવાદમાં નવી બની રહેલી વીએસ હોસ્પિટલના ખાનગીકરણને લઇને કોંગ્રેસ રોજે રોજ કાળા વાવટા સાથે વિરોધ કરી રહી છે અને આ હોસ્પિટલનું ઉદઘાટન પીએમ મોદી કરવાના છે ત્યારે શહેર પોલિસ પણ કાળા રંગને લઇને એલર્ટ પર છે.

એ સિવાય ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રીઓ,મોટા ઉદ્યોગપતિઓ અને અનેક દેશોમાંથી હાઈ-પ્રોફાઈલ ડેલિગેટ્સ હાજર રહેવાના છે.

આ બંને મોટા કાર્યક્રમોમાં પીએમનો વિરોધ થઇ શકે છે. પોલીસના મતે વિવિધ ગ્રુપના નાના-મોટા કુલ 28 વિરોધ પ્રદર્શનો થઈ શકે છે.પોલિસ આ કાર્યક્રમને લઈને પણ પોલીસ સતર્ક છે.

પોલિસ કાળા ટી-શર્ટ કે શર્ટ પહેરીને આવનારી દરેક શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખશે. આ ઉપરાંત કાળા હાથરૂમાલ, સ્કાર્ફ-સ્ટોલ કે એવી કોઈ પણ વસ્તુ જે સમિટના સ્થળે ફરકાવી શકાય તેના પર નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પીએમ મોદીની જાહેરસભામાં કાળા ટી-શર્ટ અને શાલ ઓઢીને આવેલા લોકોને સ્થળ પરથી પરત મોકલવામાં આવ્યા ત્યારથી રાજ્યમાં આ પ્રકારનું પ્રદર્શન ચર્ચામાં આવ્યું હતું.