Not Set/ રૃપાણી સરકારની ગાંધીનગર ખાતેના સચિવાલયના ગ્રાઉન્ડ ખાતે 26મી ડિસેમ્બેર શપથવિધિ

ગુજરાતમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ મેળવીને છઠ્ઠીવાર સરકાર બનાવવા જઇ રહ્યું છે. રૃપાણી સરકારની શપથવિધ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. ગાંધીનગર ખાતેના સચિવાલયના ગ્રાઉન્ડ ખાતે 26મી ડિસેમ્બેર શપથવિધિ થશે. ત્યારે પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ભાજપ શાસિતરાજ્યોના મુખ્યમંત્રીઓની અને પાર્ટીના ટોચના નેતાઓની ઉપસ્થિતીમાં સરકારનો સોગંદવિધિ યોજાશે. જોકે આ તમામ વચ્ચે ગુજરાત […]

Top Stories
NBT image રૃપાણી સરકારની ગાંધીનગર ખાતેના સચિવાલયના ગ્રાઉન્ડ ખાતે 26મી ડિસેમ્બેર શપથવિધિ

ગુજરાતમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ મેળવીને છઠ્ઠીવાર સરકાર બનાવવા જઇ રહ્યું છે. રૃપાણી સરકારની શપથવિધ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. ગાંધીનગર ખાતેના સચિવાલયના ગ્રાઉન્ડ ખાતે 26મી ડિસેમ્બેર શપથવિધિ થશે.

ત્યારે પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ભાજપ શાસિતરાજ્યોના મુખ્યમંત્રીઓની અને પાર્ટીના ટોચના નેતાઓની ઉપસ્થિતીમાં સરકારનો સોગંદવિધિ યોજાશે.

જોકે આ તમામ વચ્ચે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ બનશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાને અધ્યક્ષ પદ સોંપવાની ભાજપની નીતિ રહી છે. ત્યારે વર્તમાન ધારાસભ્યોમાં વરિષ્ઠ એવા પૂર્વ મંત્રી અને ધોળકાના ભૂપેન્દ્રસિંહ, ભૂજના ધારાસબ્ય ડો. નિમાબેન આચાર્યનું નામ મોખરે ચાલી રહ્યું છે.

આ ઉપરાંત વિભાવરી દવેનું નામ પણ ચર્ચામાં છે. જોકે પહેલા પ્રોટેમ સ્પિકરની નિમણૂંક કરવામાં આવશે જે તમામ ચુંટાયેલા ધારાસભ્યોનો શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પિકરની કામગીરી બાદ થોડા સમયમાં જ શિયાળુ સત્ર પહેલાં જ અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. જોકે હાલમાં તો ભૂપેન્દ્રસિંહ અને ડો. નિમાબેનનું નામ રેસમાં છે