Not Set/ કેમ અમિત શાહને મળીને VHPના આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અમદાવાદથી જતાં રહ્યાં ?

અમિત શાહનો પ્રસાદ લઈને VHPના આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અમદાવાદથી જતાં રહ્યાં. વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ ગયા અઠવાડિયે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુજરાત ભાજપ સરકાર અને કેન્દ્ર સરકારના કૌભાંડો બહાર પાડવા માંગતા હતાં. આ અંગે તેમણે  VHPના પ્રવિણ તોગડીયા સાથે વાત પણ કરી હતી. જ્યારે વાત કરી ત્યારે ભારે નારાજ […]

Top Stories
amitshahandDharmendraaacharya acharya dharmendra mharaj leaved ahmedabad after meeting wit 0 કેમ અમિત શાહને મળીને VHPના આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અમદાવાદથી જતાં રહ્યાં ?
અમિત શાહનો પ્રસાદ લઈને VHPના આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અમદાવાદથી જતાં રહ્યાં.
વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ ગયા અઠવાડિયે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુજરાત ભાજપ સરકાર અને કેન્દ્ર સરકારના કૌભાંડો બહાર પાડવા માંગતા હતાં. આ અંગે તેમણે  VHPના પ્રવિણ તોગડીયા સાથે વાત પણ કરી હતી. જ્યારે વાત કરી ત્યારે ભારે નારાજ હતા. ભાજપની હિંદુ વિરોધી નીતિઓનો પર્દાફાશ કરવા માટે થોકબંધ પુરાવા પણ પત્રકારો સમક્ષ જાહેર કરવાના હતા.

2 કેમ અમિત શાહને મળીને VHPના આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અમદાવાદથી જતાં રહ્યાં ?

તેઓ અમદાવાદ આવે તેની સાથે જ પાલડીના VHPના કાર્યકર અને બિલ્ડર તેમને નવા વાડજમાં ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં અમિત શાહ અને ધર્મેન્દ્ર મહારાજ વચ્ચે બેઠક યોજાઈ હતી. એક કલાક સુધી બંધબારણે બેઠક મળી હતી. બંધબારણે થયેલી બેઠકમાં એવું કંઈક થયું કે બન્ને હસતાં બહાર આવ્યા હતા. સામાન્ય રીતે મહારાજ બધાને પ્રસાદ આપતાં હોય છે પણ અહીં આચાર્ય હાસ્યનો પ્રસાદ લઈને નિકળ્યા હતા.
જ્યારે VHPના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો.પ્રવિણ તોગડીયાને ખબર પડી કે આચાર્ય અમદાવાદમાં છે અને અમિત શાહ અને આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ વચ્ચે ગુપ્ત બેઠક થઈ રહી છે ત્યારે આચાર્યને ફોન કર્યો અને મળવા આવવા માટે કહ્યું. પણ આચાર્ય પોતાની બેઠક અંગે ગુપ્તતા રાખી રહ્યા હતા. આચાર્યેએ પછી પત્રકાર પરિષદ બોલાવવાનું નક્કી કર્યું હતું તે રદ કરી દીધી હતી. આમ કંઈક એવું થયું હતું કે આચાર્ય અમદાવાદ ચૂપચાપ છોડી ગયા હતા અને ડો. તોગડીયાને પણ હજું સુધી ફોન પણ કર્યો નથી.