Not Set/ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન, સંતોને ટીકિટ આપવા બાબતે વિચારવિમર્શ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ધાર્મિક સંતોને ચૂંટણીની ટીકીટ આપવા બાબતે વિચારણા ચાલી રહી હોવાની ચર્ચા ઉગ્ર બનતા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસ મહારાજે સમગ્ર બાબતનો છેદ ઉડાડી દેતા સ્પષ્ટ જણાવ્યું છે કે, સંતની પરિભાષામાં કોઈ રાજકીય બાબત આવતી નથી. સંતો ચૂંટણી લડતા નથી અને તેમ […]

Top Stories
videoblocks flat style animation of a hand casting vote in the ballot box ha6aboftx thumbnail full02 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન, સંતોને ટીકિટ આપવા બાબતે વિચારવિમર્શ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ધાર્મિક સંતોને ચૂંટણીની ટીકીટ આપવા બાબતે વિચારણા ચાલી રહી હોવાની ચર્ચા ઉગ્ર બનતા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસ મહારાજે સમગ્ર બાબતનો છેદ ઉડાડી દેતા સ્પષ્ટ જણાવ્યું છે કે, સંતની પરિભાષામાં કોઈ રાજકીય બાબત આવતી નથી. સંતો ચૂંટણી લડતા નથી અને તેમ છતા જો કોઈ સંતને રાજકીય પક્ષ ટીકીટ આપીને ચૂંટણીમા ઉભા રાખશે તો તે સંત તરીકે માન્ય રેહશે નહિ અને તેને સંત તરીકેના પોતાના હોદ્દાનો ત્યાગ કરવો પડશે.

તેમને આ બાબતે સાક્ષી મહારાજનું ઉદાહરણ આપતા સ્પષ્ટ કર્યું હતું કે તેવો ચુંટણી લડીને સંસદ બન્યા તે અગાઉ તેમને પોતાના હોદ્દાનો ત્યાગ કર્યો હતો. એટલુંજ નહિ અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી તરીકેનુ પણ ત્યાગ પત્ર આપ્યું હતું. તેવો હવે રાજકીય નેતા છે.

આણંદ જીલ્લામાંથી વિધાનસભાની બેઠક ઉપર ચુંટણી લડવા અંગેના પ્રશ્નના જવાબમાં તેમને સ્પષ્ટ કર્યું હતું કે આવી કોઈ વાત નથી અને હું આજે નહિ ક્યારેય પણ ચુંટણી લડવાનો નથી.