Not Set/ પ્રથમ તબક્કાના ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ- બંને પક્ષોના મોવડીઓની બેઠકો દિલ્હીમાં

પ્રથમ તબક્કાના ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થઈ ગયું છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો કોણ હશે તેની ચર્ચા સૌથી વધારે ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ કોને રિપિટ કરશે અને કોને કાપી નાખશે તેની યાદીઓ ફરી રહી છે. બંને પક્ષોના મોવડીઓની બેઠકો દિલ્હીમાં ચાલી રહી છે અને છેલ્લી તારીખ 21 છે ત્યારે તેના એક કે […]

India
Cong BJP પ્રથમ તબક્કાના ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ- બંને પક્ષોના મોવડીઓની બેઠકો દિલ્હીમાં

પ્રથમ તબક્કાના ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થઈ ગયું છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો કોણ હશે તેની ચર્ચા સૌથી વધારે ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ કોને રિપિટ કરશે અને કોને કાપી નાખશે તેની યાદીઓ ફરી રહી છે. બંને પક્ષોના મોવડીઓની બેઠકો દિલ્હીમાં ચાલી રહી છે અને છેલ્લી તારીખ 21 છે ત્યારે તેના એક કે બે દિવસ પહેલાં જ નામો જાહેર થશે તેમ લાગે છે. ત્યારે ભાજપ આ વખતે નો રિપિટ થિયરી અપનાવશે કે નહિ તે પણ ચર્ચાનો વિષય છે.

2007માં સૌથી વધુ MLAને કાપી નખાયા હતા ત્યારે આ વખતે શું થશે તેની ચર્ચા છે. પ્રથમ તબક્કામાં ભાજપના સંભવિત ગણી શકાય તેવા ઉમેદવારોની યાદી પર એક નજર કરીએ તો તેમાં મોટા ભાગના વર્તમાન ધારાસભ્યોનો સમાવેશ થઈ જાય છે.

આ ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા તેજશ્રી પટેલને વિરમગામમાં, પી. આઈ. પટેલને વિજાપુર, રાઘવજી પટેલને જામનગરમાં અને અમિત ચૌધરીને માણસામાં ટિકિટ મળી શકે છે. જોકે કોંગ્રેસમાંથી આવેલા બે કે ત્રણ ધારાસભ્યોને ભાજપ ટિકિટ ના આપે તેવું પણ બની શકે છે