Not Set/ અમદાવાદના આ સ્ટેડિયમમાં થઇ શકે છે નવી સરકારની શપથવિધી

અમદાવાદ, ગુજરાત ચૂંટણીના પરિણામો જાહેર થયાં પછી 99 સીટો મેળવી ચુકેલ ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.ભાજપની નવી સરકાર ક્યા સ્થળે શપથવિધી કરશે તેને લઇને અટકળો તેજ બની રહી છે ત્યારે રાજ્યના ચીફ સેક્રેટરી જે એન સિંહે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવે સ્ટેડિયમની મુલાકાત લેતા એવું માનવામાં આવી રહ્યું […]

Top Stories
ahd stadium અમદાવાદના આ સ્ટેડિયમમાં થઇ શકે છે નવી સરકારની શપથવિધી

અમદાવાદ,

ગુજરાત ચૂંટણીના પરિણામો જાહેર થયાં પછી 99 સીટો મેળવી ચુકેલ ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.ભાજપની નવી સરકાર ક્યા સ્થળે શપથવિધી કરશે તેને લઇને અટકળો તેજ બની રહી છે ત્યારે રાજ્યના ચીફ સેક્રેટરી જે એન સિંહે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવે સ્ટેડિયમની મુલાકાત લેતા એવું માનવામાં આવી રહ્યું છે કે, ભાજપની નવી સરકારની શપથવિધી શહેરના નવરંગપુરા આવેલા સ્ટેડિયમમાં થઇ શકે છે.

ગુજરાતની જનતાએ ફરી એક વાર બીજેપીના વિકાસને મત આપી વિજય તિલક કર્યો છે, ત્યારે બીજેપી રાજ્યમાં સરકાર ગઠન વિધિ અને શપથ વિધિ માટે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું ચયન કરી  શકે છે, જે મુદ્દે સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવા અમદાવાદ ના કલેકટર અવંતિકા સિંહ અને સિટી પોલિસ કમિશ્નર એ કે સિંહની સાથે મુખ્ય સચિવે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

ભાજપના આંતરિક સુત્રો જણાવે છે કે, નવી સરકારની શપથવિધી 25 ડિસેમ્બરે થઇ શકે છે. પક્ષના સીનીયર નેતા અટલ બિહારી વાજપાઇનો જન્મ દિવસ 25 ડિસેમ્બર હોવાને કારણે આ તારીખે સોગંદવિધી થવાની પુરી શક્યતા છે.