Not Set/ નર્મદા ડેમ મુદ્દે વધુ એકવાર ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શરુ થયો આરોપ-પ્રત્યારોપનો દોર

ગાંધીનગર, કેવડિયા સ્તિથ નર્મદા ડેમ અને મેઘા પાટકરના મુદ્દાને લઇ વધુ એકવાર રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે હવે સરકાર અને વિપક્ષના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે. હકીકતમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાજીવ સાતવેને ગુજરાતના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. રાજીવ સાતવે બુધવારે  ગુજરાતની મુલાકાતે છે. તેઓ દ્વારા એક વર્ષ પહેલા નર્મદા […]

Gujarat
fhh નર્મદા ડેમ મુદ્દે વધુ એકવાર ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શરુ થયો આરોપ-પ્રત્યારોપનો દોર

ગાંધીનગર,

કેવડિયા સ્તિથ નર્મદા ડેમ અને મેઘા પાટકરના મુદ્દાને લઇ વધુ એકવાર રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે હવે સરકાર અને વિપક્ષના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે.

હકીકતમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાજીવ સાતવેને ગુજરાતના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. રાજીવ સાતવે બુધવારે  ગુજરાતની મુલાકાતે છે. તેઓ દ્વારા એક વર્ષ પહેલા નર્મદા મુદ્દે મેઘા પાટકરને સમર્થન આપતું ટ્વીટ કર્યું હતું પરંતુ આ વાતને લઇ એક વર્ષના સમયગાળા બાદ હવે નવુ રાજકારણ રમાઈ રહ્યું છે.

FGGFHDH નર્મદા ડેમ મુદ્દે વધુ એકવાર ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શરુ થયો આરોપ-પ્રત્યારોપનો દોર

મેઘા પાટકરના તરફેણમાં રાજીવ સાતવેના ટ્વીટ બાદ આ મામલે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતના પ્રભારીને સમર્થન આપતા મેઘા પાટકરની તરફેણ કરી હતી.

જો કે આ નિવેદનને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરેશ ધાનાણી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેઓએ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ” મેઘા પાટકરના કારણે નર્મદા યોજનામાં વિલંબ થયો છે અને તેને કારણે ગુજરાતની પ્રજાને સહન કરવું પડ્યું હતું. કોંગ્રેસ અને મેધા પાટકરની સાંઠગાંઠ હવે ખુલ્લી પડી છે. મેઘા પાટકરના સંબંધથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે”.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “નર્મદા યોજના વિરોધી મેઘા પાટકરને સમર્થન અને તેમની વાહવાહી બતાવે છે કે, ભૂતકાળમાં નર્મદા યોજના ન બને એ કોંગ્રેસ પણ ઈચ્છતી હતી અને કોંગ્રેસને ગુજરાતનું હિત ગમતું ન હતું. બીજી તરફ, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ૧૭ દિવસમાં મળેલી મંજૂરી પણ ઈતિહાસ બન્યો છે. તેઓ વડાપ્રધાન બનતા જ નર્મદા યોજના પૂરી થઈ છે”.

મહત્વનું છે કે, આ પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નર્મદા ડેમ વિરુધ વિસ્થાપિતો માટે આંદોલન કરી રહેલા મેઘા પાટકરની તરફેણ કરી હતી. આ અંગે જણાવતા તેઓએ કહ્યું, ” મેઘા પાટકરે નર્મદા બંધની સમસ્યા આગળ વધારી છે અને આ યોજના પણ મેઘા પાટકરના કારણે જ પૂર્ણ થઇ છે”.

વર્તમાન ભાજપ સરકાર પર હુમલો બોલતા તેઓએ જણાવ્યું, “ભારતીય જનતા પાર્ટીની કરણી અને કથનીમાં તફાવત છે. નર્મદા યોજનાને આગળ ધપાવવા કરતા નર્મદાના નામે રાજકીય રોટલા શેકવામાં આવ્યા છે. જેનું પરિણામ એ છે કે, આજે ગુજરાતનો ખેડૂત પોતાના ખેતર સુધી નર્મદાનું પાણી મેળવી શક્યો નથી.

તેઓએ વધુમાં જણાવ્યું, “નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી હોવાથી કોંગ્રેસ દ્વારા ક્યારેય તેમાં રાજકારણને સ્થાન આપવામાં આવ્યું નથી. ગુજરાત મેધા પાટકરનુ આભારી છે કે, તેમણે મધ્યપ્રદેશમાં પુન:સ્થાપન માટે આંદોલન કર્યુ”.