Not Set/ શંકરસિંહ ‘બાપુ’એ જાહેરમાં કર્યો એકરાર, ભૂતકાળમાં હું ‘પીતો’તો’ જુઓ આ Video

દ્વારકા: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમની કથની અને કરણી માટે જાણીતા છે, તેઓ જે કઈ કરે છે તે ‘ડંકે કી ચોટ પર’ કરે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે સામાજિક ઉત્થાન માટે અને સમાજમાં વ્યાપેલી દારૂ જેવી બદીઓને દૂર કરવા અંગે પ્રવચન દરમિયાન તેમણે ખૂલ્લેઆમ એકરાર કરતા જણાવ્યું હતું કે,  ભૂતકાળમાં […]

Top Stories Gujarat Others Trending Politics
Shankarsinh's 'Bapu' Confess in public, I was 'drunk' in the past

દ્વારકા: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમની કથની અને કરણી માટે જાણીતા છે, તેઓ જે કઈ કરે છે તે ‘ડંકે કી ચોટ પર’ કરે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે સામાજિક ઉત્થાન માટે અને સમાજમાં વ્યાપેલી દારૂ જેવી બદીઓને દૂર કરવા અંગે પ્રવચન દરમિયાન તેમણે ખૂલ્લેઆમ એકરાર કરતા જણાવ્યું હતું કે,  ભૂતકાળમાં દરબાર સમાજના લક્ષણો મુજબ હું ખાતો અને (દારુ) પીતો’તો. જો કે જાહેરજીવનમાં આવ્યા બાદ મેં પીવા સહિતની બાબતો બંધ કરી દીધી હતી. જો કે શંકરસિંહ વાઘેલાના નિવેદનનો આ વીડિઓ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંજુરડા ગામે ગઈ કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પોતાના પ્રવચનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ’એ સામાજિક ઉત્થાન અને સમાજમાં ફેલાયેલા દારૂ જેવી બદીઓને દૂર કરવા અંગે પ્રવચન આપી રહ્યા હતા.

પોતાના પ્રવચન દરમિયાન શંકરસિંહ ‘બાપુ’એ જાહેરમાં એકરાર કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પોતે પણ દારૂ ‘પીતા’તા… હા અહી દારૂની જ વાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ એવો પણ એકરાર કર્યો હતો કે દરબાર સમાજના લક્ષણો મુજબ હું પણ ખાતો હતો અને પીતો હતો. મારા પિતાજીએ જ મને દારૂ પીવડાવ્યો હતો, ત્યારે આપણે ના ના કરતા પીધો હતો. આ વાત સિતેરના દાયકાની છે.

 

તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓએ જયારે ૧૯૬૯માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો તે અગાઉ તેમને દારૂ સહિતની ચીજવસ્તુઓને તિલાંજલી આપી દીધી હતી.

શંકરસિંહ વાઘેલાએ ધાર્મિક પ્રસંગના કાર્યક્રમમાં પોતે ‘પીતા’ હોવાની વાતને સ્વીકારી હતી. કારણ કે, જાહેરમાં આવી બાબતને સ્વીકારવા માટે ખૂબ જ હિંમત હોવી જોઈએ.

શંકરસિંહ વાઘેલા આ પ્રવચનનો આ વીડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.