Not Set/ સ્પષ્ટ બહુમતી સાથે  કોંગ્રેસ જ બનાવશે સરકાર:ભરતસિંહ સોલંકી

અમદાવાદ,    ગુજરાતની ચૂંટણીઓ પછી સામે આવેલા એગ્ઝિટ પોલ પછી કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. બે તબક્કાના મતદાન પછી એગ્ઝિટ પોલમાં સામે આવેલાં તારણોમાં ભાજપની જીતનો દાવો કરવામાં આવ્યો છે.   એગ્ઝિટ પોલના તારણ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસની ભારે બહુમતીથી જીતનો દાવો કર્યો હતો.કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મીડીયાને સંબોધતા જણાવ્યું કે, […]

Gujarat
bharat solanki સ્પષ્ટ બહુમતી સાથે  કોંગ્રેસ જ બનાવશે સરકાર:ભરતસિંહ સોલંકી

અમદાવાદ, 

 

ગુજરાતની ચૂંટણીઓ પછી સામે આવેલા એગ્ઝિટ પોલ પછી કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. બે તબક્કાના મતદાન પછી એગ્ઝિટ પોલમાં સામે આવેલાં તારણોમાં ભાજપની જીતનો દાવો કરવામાં આવ્યો છે.

 

એગ્ઝિટ પોલના તારણ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસની ભારે બહુમતીથી જીતનો દાવો કર્યો હતો.કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મીડીયાને સંબોધતા જણાવ્યું કે, રાજ્યમાં કોંગ્રેસને 124 જેટલી સીટો મળશે અને નવસર્જન થશે.

 

ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, પહેલાં તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસને 61 અને બીજા તબક્કામાં 63 એમ કોંગ્રેસને 124 જેટલી સીટો મળશે.

 

કોંગ્રેસ પ્રમુખે ભારતની જીત અંગેના એગ્ઝિટ પોલના દાવાને પણ ફગાવતા કહ્યું કે, રાજ્યમાં પરિવર્તન આવશે અને નવસર્જન માટે કોંગ્રેસ સરકાર બનાવશે.