અમરેલી,
અમરેલીમાં વરસાદના આગમનથી એક તરફ જ્યા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.તો લોકોનું કહેવું છે કે રામધૂનના આયોજનના પગલે ભગવાન રીઝ્યા છે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વડીયાના પૌરાણિક ધૂંધલીનાથ મહાદેવ મંદિરે 24 કલાક રામધૂનનું આયોજન કરવામાં આવ્યું.
વરસાદ ખેંચાતા ખેડૂતો અને ગ્રામજનો દ્વારા ગત રાતથી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું અને સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને જિલ્લામાં મેઘમેહરની શરૂઆત થઈ છે.
જિલ્લાના માલપુર મેઘરજ મોડાસા બાયડ ધનસુરા અને ભિલોડા તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે એન સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે વાતાવરણ માં ઠંડક પ્રસરી છે.
આપને જણાવી દઈએ કે અરવલ્લીની સાથે સાથ મહીસાગર જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળ્યો છે. જિલ્લામાં 12 દિવસ બાદ ફરી એક વખત વરસાદનું આગમન થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
