Gujarat Rain Live :/ ગુજરાત વરસાદ Live : રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અનેક સ્થાનો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું જોર રહેશે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 29T115349.525 ગુજરાત વરસાદ Live : રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે લાઠીના દામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે વરસાદ આવતા સ્થાનિક નદીમાં પુર આવ્યુ આવ્યું છે.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જૂનાગઢના માળીયા હાટી  પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.વરસાદથી વોકળાઓમાં છલોછલ પાણી ભરાતા લોકોને મુશ્કેલીમાં થયો વધારો તો એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.આપને જણાવી દઈએ માળીયા હાટીનામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.

મહેસાણાના ખેરાલુના ગ્રામ્ય વિસ્તારમાં એકાએક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી,ત્યારે વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા,તેમજ  ખેરાલુ શહેરમાં ધીમી ધારે વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હાલ સુરેન્દ્રનગરના ચોટીલામાં વાતાવરણમાં  પલટો આવ્યો છે ત્યારે ચોટીલા શહેરી સહીત આણંદપુર ,પાળીયાદ મોરસલમાં પણ વરસાદ જોવા મળ્યો છે, વરસાદ વર્સ્તાની સાથેજ  ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

બોટાદના ગઢડા તાલુકામાં  વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે કાપરડી ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,વરસાદ પડતાની સાથેજ  ખેતરોમાં પાણી ભરાયા છે.1.5 ઈંચ જેટલો વરસાદ પડતાં ગામનો ચેકડેમ છલકાયો છે ત્યારે ખોપાળા,ટાટમ,ગોરડકા,માંડવધાર સહીત કેરાળા,વાવડી,રામપરા,વિરડીમાં વરસાદ વરસી રહ્યો છે.

અમરેલીના બગસરામાં વરસાદનું આગમન થયું  છે ત્યારે બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.તો બીજી તરફ વરસાદના પગલે ગરમીથી લોકોને રાહત મળી હતી.

ખેડાના નડિયાદમાં પ્રથમ વરસાદે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે વરસાદથી પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. જાણકારી અનુસાર પૂર્વથી પશ્ચિમને જોડતા ગરનાળામાં પાણી ભરાયા છે તેમજ ગરનાળામાં કેડ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધારાસભ્યની સૂચના છતાં ગરનાળાઓ બહાર ગેટ ન મુકાતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે. જેમાં   માંડવીમાં એક ઇંચ વરસાદ,ટંકારામાં એક ઇંચ વરસાદ તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે. જામનગરના ધ્રોલમાં બે ઇંચ વરસાદ તેમજ વિસાવદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજકોટમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે વરસાદ પડતાની સાથેજ  શહેરના રસ્તા થયા પાણી પાણી થાય ગયા છે ત્યારે ગાહની જગ્યા પર પાણી ભરાઈ ગયા છે.તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જાણકારી અનુસાર પોપટ પરામાં આવેલ નાળામાં વરસાદી પાણી ભરાયું  છે.જેના કારણે વરસાદી પાણી ભરાતા પોપટપરા નાળું બંધ કરવાની ફરજ પડી છે.

જસુદણ શહેર અને ગ્રામ્ય વિસ્તાર  સહીત તાલુકા સહિત અનેક ગામમાં વરસાદ ખાબક્યો છે ત્યારે ખેડૂત માટે સારો વાવણી લાયક વરસાદ થયો હોવાનું કહેવાય છે.વરસાદ પડતા લોકોને  ગરમીથી મળી રાહત મળી છે ત્યારે  જસદણમાં આશરે 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.

અમરેલીના ખાંભા ગીરમાં વરસાદી જાપટા જોવા મળ્યા છે ત્યારે  ખાંભા ગીર પંથક સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે.વરસાદથી લોકોને ગરમીથી મળી રાહત છે.

અમરેલી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે,જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી  ભરાયા છે.જેને લઈને  પાલિકા તંત્રની પ્રીમોનસુન કામગીરી પર સવાલો ઉભા થયા છે.

જામનગરના ધ્રોલ તાલુકામાં મેઘો મહેરબાન થયા છે અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી છે.આપને જણાવી દઈએ  2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો  પડ્યો હતો. જેના કારણે ન.પાની પ્રી મોન્સુન કામગીરી પર સવાલ ઉઠ્યા  હતા.તેમજ  જોડીયા રોડ પર ઘૂંટણ સમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા.

ગાંધીનગરમાં મેઘરાજાની સાંજે ધમાકેદાર એન્ટ્રી થઈ છે સાથેજ દિવસભરના ઉકળાટથી સાંજે લોકોને રાહત મળી છે. માહિતી અનુસાર  સચિવાલય સહિત અલગ અલગ સેક્ટરોમાં વરસાદ ખાબક્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. સાથેજ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આ સીવાય આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગામી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે વઢવાણ,જોરાવરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને કારણે વઢવાણ સુરેન્દ્રનગર હાઇવે ઉપર પાણી ભરાયા હોવાથી ઘણા વાહનો બંધ પડ્યા હતા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,તેમજ બસ સ્ટેન્ડની અંદર પાણી ભરાતા પેશંજરોને હાલાકી પડી હતી,સાથેજ  ધોધમાર વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જામનગરના ધ્રોલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે ત્યારે ધ્રોલ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં  2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.વરસાદ પડતા ધ્રોલના રોડ રસ્તા પર પાણી ભરાયા છે સાથેજ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે ત્યારે વરસાદને કારણે ગરમી અને ઉકરાટથી લોકોને રાહત મળી છે ત્યારે સાથે સાથેજ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.

સુરેન્દ્રનગર શહેરમાં મેઘરાજાનું આગમન થઇ ચુક્યું છે ત્યારે  ઉકળાટ અને ગરમી બાદ શહેરમાં વરસાદની શરૂ થયો છે.શહેર સહિત અનેક ગામોમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે ત્યારે  શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી  ભરાયા  તેમજ  અનેક જગ્યાએ ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે આ સાથેજ
કપાસ, મગફળી સહીતના પાકને ફાયદો પણ થયો છે.

મોરબીના ટંકારામા સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે  ટંકારા નાં લજાઈ, વીરપર, હડમતિયા સહીત  ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અનેક સ્થાનો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું જોર રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણના અનેક જીલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરી. 30 જૂને દક્ષિણ ગુજરાતના 5 જીલ્લામાં ભારે વરસાદ જોવા મળી શકે. જ્યારે ભરૂચ,સુરત,નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે માહિતી અનુસાર અમદાવદ, ગાંધીનગરમાં મધ્યમ તેમજ દક્ષિણ અને સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સિવાય ઉત્તર-મધ્ય ગુજરાતમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલીના બાબરા પંથકમાં વરસાદ પડતા ભારે બફારાથી લોકોને છુટકારો મળ્યો છે. ત્યારે નિલવડા,સુકવડા,આંબલીધાર સહિત ગામે વરસાદ પડતા
વાવણી લાયક જમીન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય અમરેલીના લીલીયા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ત્યારે
લીલીયાની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયું હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

સાબરકાંઠાના તલોદ પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોને  બફારાથી  રાહત મળી હતી અને  ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી.

વિસાવદર ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી તેમજ જંગલમાં હરિયાળી છવાય ગઈ હતી પાંદડાઓની નવી કુપણો આવી હતી જેને કારણે જંગલમાં  નયનરમ્યો દ્રશ્ય સર્જાયા હતા.

રાજકોટમાં પણ ફરી એકવાર મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે,વરસાદ વરસતા  રાજકોટ RMC તંત્રની પોલ ખુલી  પડી છે 150 ફિટ રિંગ તેમજ
શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા  હોવાનું સામે આવ્યું છે.

એક દિવસના વિરામ બાદ ફરી તાલાળા ગીર પંથકમાં મેઘ મહેર જોવા મળી હતી. ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં આનંદ સર્જાયો હતો આ સિવાય શહેર તેમજ ગામડા વિસ્તારમાં ગડીયાવડ,ખીરધાર,ધણેજ સહીતના ગામમાં વરસાદ જોવા મળ્યો હતો.

માહિતી અનુસાર સુરેન્દ્રનગર  લીંબડીમાં વાતાવરણમાં  પલટો આવ્યો છે ત્યારે લીંબડી શહેરી વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે તેમજ
સૌકા, બોડિયા, ઉઘલ સહિતના ગામોમાં વરસાદ શરૂ થતા ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

રાજકોટ ફરી એકવાર મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં  વરસાદી પાણી ભરાયા છે આ સિવાય અમીન માર્ગ પાસેનું નાળુ તેમજ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

બોટાદના  બરવાળા શહેર સહિત પંથકમાં વરસાદ વરસ્યો છે.ત્યારે કાપડીયાળી, ખમીદાણા, નાવડાના ધીમીધારે વરસાદ શરુ થયો છે. આ સિવાય
વાઢેળા, રોજીદ સહિત તાલુકા પંથકમાં વરસાદ જોવા મળ્યો છે જેના  કારણે ખેડૂતોમાં પાકને જીવતદાન મળતા ખુશી જોવા મળી છે.

વડોદરાના ડભોઇમાં ધીમી ધારે વરસાદ શરુ થયો છે ગ્રામ્ય વિસ્તારોમાં જૂની માંગરોળ,સીતપુર, બોરીયાદ કરણેટ સહિત વિવિધ ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

બોટાદ શહેર અને જીલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી માહોલ જામ્યો  છે. આપને જણાવી દઈએ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસવાનું શરુ થયું છે ત્યારે નાગલપર,ભીમદાડ,જોટીંગડા સહીત સેથળી, રાજપરા, સહિતનાં ગામોમાં
સતત ત્રીજા દિવસે વરસાદ થતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

ભાવનગરના ગારીયાધારમાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે ત્યારે ગારીયાધારમાં ધોધમાર વરસાદ પડ્યો ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ
છે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થતા  રોડ રસ્તા ઉપર પાણી ભરાય ગયા હતા.

મોરબીના વાંકાનેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે અસહય બફારા વચ્ચે ધીમી વરસાદ વરસતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.

ભરૂચ જીલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે  સવારથી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેના કારણે વાતાવરણમાં  ઠંડક પ્રસરી હતી.

અમરેલીના વડીયા અને ગ્રામ્ય વિસ્તારમા વરસાદ પડતા બપોરે મેઘાવી માહોલ સર્જાયો હતો આ સીવાયવડીયા મોરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

જૂનાગઢમા મંતવ્ય ન્યુઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે  કમિશનર અને પદાધિકારીઓ નિરીક્ષણમાં પહોંચ્યા  હતા જ્યાં નરસિંહ મહેતા સરોવરમાં ચાલુ વરસાદે કામ થતું હતુ. જેની કમિશનરે કામમાં બેદરકારી નહી રહેની ખાતરી  આપી  હતી.

રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.તેમજ
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામા આવી છે.જાણકારી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ અમદાવાદ,ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવું જણાવવામાં આવ્યું છે.

ધોધમાર વરસાદની આગાહી

ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને ખેડા સહિતના 7 જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું જોર રહેશે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લા સહિતના અન્ય 26 જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી.આગાહી મુજબ 2-3 જુલાઈએ ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

સાર્વત્રિદ વરસાદનો માહોલ

ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં આ સપ્તાહમાં સાર્વત્રિદ વરસાદ જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં વરસાદ વરસ્યો. અંકલેશ્વરમાં 1.75 ઇંચ વરસાદ ખાબક્યો, આમોદમાં 1 ઇંચ,જંબુસરમાં 1.5 ઇંચ, ઝઘડિયામાં 1.75 ઇંચસ,નેત્રંગમાં 7.12 ઇંચ, ભરૂચમાં 1 ઇંચ અને વાગરામાં 1 ઇંચ, વાલિયામાં 4 ઇંચ અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ ખાબકયો.

દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો. વલસાડમાં 1.9 ઇંચ,ધરમપુરમાં 1.7 ઇંચ, પારડીમાં 1.6 ઇંચ અને વાપીમાં 2.6 ઇંચ, સૌથી વધુ ઉમરગામમાં 3.6 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. વલસાડમાં ભારે વરસાદનું જોર રહેતા તિથલના તિથલના દરિયામાં કરંટ જોવા મળતા કિનારા પર મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો. સુરક્ષાને પગલે દરિયા કિનારા પર દોરડા બાંધવામાં આવ્યા. જેથી કરીને સેલ્ફીના શોખીન મુસાફરો દરિયા કિનારા પર દોડી ના જાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: OMR શીટ્સ પરીક્ષા કેન્દ્રમાં હોવાનું જાણતા આરોપીઓએ તેની સાથે ચેડાં કર્યા: CBI

આ પણ વાંચો: નરેગામાં ભંડોળના દૂરુપયોગના આરોપમાં નવેસરથી તપાસનો આદેશ

આ પણ વાંચો: ગુજરાતમાં પંચમહાલનું ગોધરા NEET-UGની ગેરરીતિનું કેન્દ્ર

આ પણ વાંચો: દેવીપૂજક સમાજ માટે PIએ કર્યુ એવુ કામ કે સાત પેઢી સુધી થશે વાહ વાહ,વાંચો પીઆઇએ એવું તો શુ કર્યું…