Not Set/ VIDEO : રાજકોટમાં બેબી ટ્રેનના ડબ્બા નીચે આવી જતા 3 વર્ષના બાળકનું કરુણ મોત

રાજકોટ,   રાજ્યભરમાં હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના શાસ્ત્રીમેદાનમાં ચાલી રહેલા મેળામાં શુક્રવારે રાત્રે 3 વર્ષનો એક બાળક બેબી ટ્રેન સાથે અથડાયા બાદ ટ્રેન નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ પોતાના કાળજાના કટકા સમાન પુત્રનાં મોતથી પરિવારજનો દિગ્મૂઢ બની ગયા હતા. આ ઘટનાથી મેળાના સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા […]

Top Stories Rajkot Gujarat Trending Videos
f9341b42 cb14 466b a371 135f7f1b700a VIDEO : રાજકોટમાં બેબી ટ્રેનના ડબ્બા નીચે આવી જતા 3 વર્ષના બાળકનું કરુણ મોત

રાજકોટ,

 

રાજ્યભરમાં હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના શાસ્ત્રીમેદાનમાં ચાલી રહેલા મેળામાં શુક્રવારે રાત્રે વર્ષનો એક બાળક બેબી ટ્રેન સાથે અથડાયા બાદ ટ્રેન નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું.

ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ

પોતાના કાળજાના કટકા સમાન પુત્રનાં મોતથી પરિવારજનો દિગ્મૂઢ બની ગયા હતા. આ ઘટનાથી મેળાના સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊઠ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને આ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે રાજકોટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિજયભાઇ ગુજરાતીનો પરિવાર બે પુત્રી અને એક પુત્ર જય (ઉ.વ.3)ને લઈ પાડોશીઓ સાથે શુક્રવારે રાત્રે શાસ્ત્રીમેદાનમાં ચાલી રહેલા મેળાની મોજ માણવા ગયા હતા. જ્યાં બાળકો વિવિધ પ્રકારની રાઇડનો આનંદ ઉઠાવી રહ્યા હતા.

 

આ દરમિયાન વિજયભાઈનો ત્રણ વર્ષનો માસૂમ પુત્ર જય પણ જમ્પિંગ બોક્સમાં ઉછળકૂદ કરતો હતો. જયારે વિજયભાઈની બંને દીકરીઓ પણ અન્ય રાઇડની મોજ માણી રહી હતી. જમ્પિંગ કરીને નાનકડો જય જમ્પિંગ બોક્સમાંથી નીચે ઉતરી ગયો હતો. જમ્પિંગ બોક્સમાંથી ઉતર્યા બાદ તે સીધો બેબી ટ્રેન તરફ દોડી ગયો હતો, જેના કારણે તે બેબી ટ્રેનની સાથે અથડાયો હતો.


અચાનક આવેલો જય બેબી ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેના કારણે ટ્રેનની નીચે જ આવી જતાં તેનું માથું કચડાઇ ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા જયની ચિસોથી મેળો માણી રહેલા લોકો ટોળે વળી ગયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા જયને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ જયનું મોત નીપજ્યું હતું.

 

આ ઘટના બાદ મેળામાં આયોજકો દ્વારા સુરક્ષા અંગે કોઈ નકકર વ્યવસ્થા કરવામાં આવતી નથી તે અંગે તેમજ મેળાની મંજૂરી આપનારા સત્તાધીશો સામે પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.