Not Set/ રાજકોટ: 1.69 કરોડથી વધુની કિંમતની જૂની નોટો ઝડપાઈ, બે આરોપીની ધરપકડ

રાજકોટ, રાજકોટમાંથી 1 કરોડ 69 લાખથી વધુની જૂની રદ થયેલી 500 અને હજારની ચલણી નોટો ઝડપાઈ છે. 500 અને 1000ની જૂની નોટો બંધ થઇ ગઈ એ વાતને હવે બે વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. છતાં પણ રાજ્યમાં અનેક જગ્યાઓ પરથી જૂની નોટો મળી રહી છે. ત્યારે શાસ્ત્રી મેદાન પાસેથી 2 શખ્સો પાસેથી જૂની નોટો સાથે […]

Rajkot Gujarat Trending
jam 8 રાજકોટ: 1.69 કરોડથી વધુની કિંમતની જૂની નોટો ઝડપાઈ, બે આરોપીની ધરપકડ

રાજકોટ,

રાજકોટમાંથી 1 કરોડ 69 લાખથી વધુની જૂની રદ થયેલી 500 અને હજારની ચલણી નોટો ઝડપાઈ છે. 500 અને 1000ની જૂની નોટો બંધ થઇ ગઈ એ વાતને હવે બે વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. છતાં પણ રાજ્યમાં અનેક જગ્યાઓ પરથી જૂની નોટો મળી રહી છે. ત્યારે શાસ્ત્રી મેદાન પાસેથી 2 શખ્સો પાસેથી જૂની નોટો સાથે ઝડપાતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

WhatsApp Image 2018 05 14 at 5.06.05 PM રાજકોટ: 1.69 કરોડથી વધુની કિંમતની જૂની નોટો ઝડપાઈ, બે આરોપીની ધરપકડ

ઝડપાયેલા બે શખ્સોમાં એક રાજકોટનો અને એક જૂનાગઢનો છે. જે બન્નેની એસઓજીએ ધરપકડ કરી છે. બન્ને શખ્સો આ નોટો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં એસઓજીએ તપાસ શરૂ કરી છે.