Not Set/ આરોપીને હોટલમાં સુવિધા પૂરી પાડનાર રાજકોટનો PSI સસ્પેન્ડ

રાજકોટ: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાની અમરેલી ગામે માર મારવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને રિમાન્ડ દરમિયાન પીએસઆઇ (PSI) એ આરોપીને લક્ઝરી હોટલમાં સુવિધા પૂરી પાડવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ આર.પી.કોડિયાતરને સસ્પેન્ડ કરી વધુ તપાસના આદેશ આપ્યા છે. જેના પગલે રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર […]

Top Stories Gujarat Rajkot Trending
Rajkot's PSI Suspend for Provided Facilities to accused

રાજકોટ: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાની અમરેલી ગામે માર મારવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને રિમાન્ડ દરમિયાન પીએસઆઇ (PSI) એ આરોપીને લક્ઝરી હોટલમાં સુવિધા પૂરી પાડવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ આર.પી.કોડિયાતરને સસ્પેન્ડ કરી વધુ તપાસના આદેશ આપ્યા છે. જેના પગલે રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સમગ્ર હકીકત શું હતી

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના અમરેલી ગામે રહેતા દલિત યુવક રમેશભાઈ રાણાભાઈ મકવાણા દ્વારા ગામમાં આવેલી એક મીલમાંથી પ્રદૂષિત ધૂમાડો નીકળતો હોવાની અને ગામના લોકોના આરોગ્ય માટે હાનિકારક હોવા અંગેની વહીવટી તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી.

આ બાબતનો રાગદ્વેષ રાખીને નાના અમરેલી ગામે રહેતા અને ફરિયાદ કરનાર રમેશભાઈ રાણાભાઈ મકવાણા પર થોડા દિવસ પહેલા ૧૫થી વધુ શખ્સોએ જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પડધરી પોલીસ મથકમાં હત્યાની કોશિશ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવાઇ હતી. આ ઘટનાની પોલીસ ફરિયાદ બાદ પડધરી પોલીસ મથકના પીએસઆઈ આર.પી.કોડિયાતર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી અમરેલી ગામના કેટલાક પટેલ શખ્સોની આ ગુનામાં ધરપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી હતી.

આરોપીઓ અને પોલીસ સાથે હોવાનો હોટલનો વીડિઓ અપાયો

આ કાર્યવાહી દરમિયાન પડધરી પોલીસ મથકના પીએસઆઈ સહિતના સ્ટાફે આરોપીઓને જામનગર રોડ પર આવેલી ન્યારી પેલેસ હોટલમાં લઇ જઇ આરોપીઓને લક્ઝરી સુવિધાઓ પૂરી પડાતી હોવાનું ફરિયાદી પક્ષ દ્વારા જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદને રજૂઆત કરી હતી.

જેમાં ફરિયાદી પક્ષ દ્વારા પીએસઆઈ દ્વારા આરોપીને લકઝરીયસ સુવિધા અપાતો અને હોટલમાં આરોપી અને પોલીસ સાથેનો વીડિયો ઉતારી જિલ્લા અધિક્ષક અંતરિપ સુદને પુરાવા પણ આપ્યા હતા.

જે અંગે જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ દ્વારા પડધરીના પીએસઆઈ આર.પી. કોડિયાતરને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આરોપીને કોણ કોણ છાવરી રહ્યું હતું અને તેમને લક્ઝરીયસ સુવિધાઓ આપવામાં કોણે કોણે મદદગારી કરી છે તે અંગે વધુ તપાસ કરવા માટેની ઈન્કવાયરી ગોંડલના ડીવાયએસપી ચૌહાણને સોંપવામાં આવી છે.