Not Set/ મહિલાને ચાલુ બસે ઉપડી પ્રસુતિની પીડા, વાંચશો તો ડ્રાઈવરને કરશો સલામ

ગોધરા, રાજપીપળાના બસ ડ્રાઈવરે અને કંડકટરની માનવતા સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક રાજપીપડાથી મજૂરી કરીને ફતેપુરા વતનમાં જઈ રહેલા એસ ટી બસમાં મુસાફરી કરી રહેલા આદિવાસી મહિલાને ગોધરા નજીક અચાનક પ્રસૂતિની પીડા ચાલુ થઈ જતાં મહિલાની હાલત ગંભીર હોવાથી બસના ડ્રાઇવર અને કંડક્ટરએ સમય બગડયા વગર એસ ટી બસ ગોધરા  સીવીલ હોસ્પિટલ પાસે […]

Top Stories
IMG 20180425 WA0022 મહિલાને ચાલુ બસે ઉપડી પ્રસુતિની પીડા, વાંચશો તો ડ્રાઈવરને કરશો સલામ

ગોધરા,

રાજપીપળાના બસ ડ્રાઈવરે અને કંડકટરની માનવતા સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક રાજપીપડાથી મજૂરી કરીને ફતેપુરા વતનમાં જઈ રહેલા એસ ટી બસમાં મુસાફરી કરી રહેલા આદિવાસી મહિલાને ગોધરા નજીક અચાનક પ્રસૂતિની પીડા ચાલુ થઈ જતાં મહિલાની હાલત ગંભીર હોવાથી બસના ડ્રાઇવર અને કંડક્ટરએ સમય બગડયા વગર એસ ટી બસ ગોધરા  સીવીલ હોસ્પિટલ પાસે લાવીને સીવીલ સર્જન ડૉ સાગર ને જાણ કરતાં ડૉ સાગર  અને તેમની ટીમ તાત્કાલિક બસ ની અંદરજ આદિવાસી મહિલાની સલામત રીતે ડીલેવારી કરાવી હતી. આ ગંભીર પ્રસંગે બસના સ્ટાફ, મુસાફરો, તથા ગોધરા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો એ દેખાડેલી માનવતાના કારણે મહિલા અને નવજાત બાળક બંને સલામત છે.

as 1 મહિલાને ચાલુ બસે ઉપડી પ્રસુતિની પીડા, વાંચશો તો ડ્રાઈવરને કરશો સલામ

સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાગરનું કહેવું છે કે, મંગળવારના રોજ હોસ્પિટલની બહાર અચાનક બપોરના 1 વાગ્યાની આસપાસ અચાનક 15 જેટલા લોકો આવ્યા અને ઈમરજન્સી છે તેમ કહેવા લાગ્યાં તેમણે કહ્યું કે રાજપીપડાથી ફતેપુરાની બસમાં એક સગર્ભા બહેન હતા જેમને કાલોલ વેજલપુરથી દુખાવો ઉપડ્યો જે હોસ્પિટલથી લગભગ 15-20 કિલોમીટર જેટલું દુર છે. ત્યાંથી તેમણે ડિલીવરીનો દુખાવો ઉપડ્યો.

as 2 મહિલાને ચાલુ બસે ઉપડી પ્રસુતિની પીડા, વાંચશો તો ડ્રાઈવરને કરશો સલામ

બસમાં બેસેલી મહિલાઓએ સગર્ભા મહિલાની બસમાં મદદ કરી હતી પરંતુ કોઈએ કહ્યું કે ગોધરા જતા રસ્તામાં જ સિવિલ હોસ્પિટલ આવે છે તો બસના ડ્રાઈવરે એક સેકન્ડની રાહ જોયા વગર સીધી બસને સિવિલ હોસ્પિટલ લઇ લીધી. ડોક્ટરનું કહેવું છે કે જયારે બસને સિવિલ હોસ્પિટલની બહાર લાવામાં આવી ત્યારે બાળકનું માથું બહાર આવી ગયું હતું અને ડોક્ટર્સ ડિલીવરી કીટને લઈને બસમાંસગર્ભા મહિલાની ડિલીવરી કરાવી. ડોકટરે વધુમાં જણાવ્યું કે બાળક ખુબ હેલ્થી છે માતા ધુળીબેન ડામોરની તબિયત પણ ખુબ જ સારી છે અને હાલ હોસ્પિટલમાં માતા અને બાળક વધુ સારવાર હેઠળ છે. ડોક્ટરનું કહેવું છે કે બાળક અને માતાની તબિયત ખુબ સારી હોવાથી અમારી પૂરી ટીમ ખુશ છે.