Not Set/ સાત મહિના અગાઉ ગામના ત્રણ નરાધમોએ પોકાર્યુ પાપ, સગીરા ગર્ભવતી બનતાં ઘટના આવી સામે

ભરૂચ, ભરૂચ તાલુકાના એક ગામના નરાધમ હવસખોર યુવાને ખેતરમાં કામ કરતી સગીરા પર સાત માસ પૂર્વે અાચરેલા દુષ્કર્મની ઘટના પ્રકાશમાં અાવતા ભરૂચ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલો નબીપુર પોલીસ મથકે પહોંચતા પોલીસે હવસખોર યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સગીરાએ ભરૂચના એક ગામના જ અન્ય બે યુવાનોએ પણ […]

Top Stories Gujarat Others
mantavya 103 સાત મહિના અગાઉ ગામના ત્રણ નરાધમોએ પોકાર્યુ પાપ, સગીરા ગર્ભવતી બનતાં ઘટના આવી સામે

ભરૂચ,

ભરૂચ તાલુકાના એક ગામના નરાધમ હવસખોર યુવાને ખેતરમાં કામ કરતી સગીરા પર સાત માસ પૂર્વે અાચરેલા દુષ્કર્મની ઘટના પ્રકાશમાં અાવતા ભરૂચ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

સમગ્ર મામલો નબીપુર પોલીસ મથકે પહોંચતા પોલીસે હવસખોર યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સગીરાએ ભરૂચના એક ગામના જ અન્ય બે યુવાનોએ પણ દુષ્કર્મ અાચર્યુ હોવાનું જણાવતા પોલીસે ત્રણેય નરાધમ હવસખોરોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. સગીરા ગર્ભવતી બનતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના એક ગામ ખાતે આશરે સાત માસ પૂર્વે ૧૬ વર્ષની સગીરા પર દુષ્કર્મ અાચરાયું હતું. જે સંદર્ભે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ એક ગામની સગીરા સીમમાં આવેલ ખેતરમાં ઘાસ કાપવાનું કામ કરી રહી હતી.

જ્યાં તકનો લાભ ઉઠાવી ભરૂચના એક ગામના નરાધમ સતીષ શનાભાઈ વસાવાએ સગીરાને પાછળથી પકડી જમીન પર પછાડી મોઢું બંધ કરી બળાત્કાર ગુજાર્યો હતો.

mantavya 104 સાત મહિના અગાઉ ગામના ત્રણ નરાધમોએ પોકાર્યુ પાપ, સગીરા ગર્ભવતી બનતાં ઘટના આવી સામે

સાત માસ પૂર્વે બનેલી ઘટનામાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરૂચના એક ગામના જ અને સતીષ વસાવાના મિત્રો રાહુલ રણજિત વસાવા અને શિવમ પૂજા વસાવાએ પણ દુષ્કર્મ કર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

જેના આધારે નબીપુર પોલીસે ત્રણેય નરાધમ હવસખોર યુવાનોની ધરપકડ કરી નરાધમોને જેલ ભેગા કર્યા છે. ઉલ્લેખનીય છે કે સગીરા સગર્ભા બનતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હોવાના અહેવાલ મળી રહયા છે. સગર્ભા સગીરાએ બે દિવસ પહેલા જ નવજાત શિશુને જન્મ આપ્યો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.