Not Set/ દુકાનદારે 15 વર્ષની સગીરાને બનાવી પોતાના હવસનો શિકાર

મોરબી, મોરબીના વાંકાનેરમાં ડ્રેસીસની દુકાનમાં કામ કરવા માટે જતી 15 વર્ષની સગીરાને દુકાનદારે જ હવસનો શિકાર બનાવતા વાંકાનેર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર ફરિયાદીની સગીર વયની દીકરી છેલ્લા 4 મહિનાથી  આરોપી વસીમ કાઝીની દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતી હતી. ત્યારે ગઈકાલે આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી હતી જે […]

Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 6 દુકાનદારે 15 વર્ષની સગીરાને બનાવી પોતાના હવસનો શિકાર

મોરબી,

મોરબીના વાંકાનેરમાં ડ્રેસીસની દુકાનમાં કામ કરવા માટે જતી 15 વર્ષની સગીરાને દુકાનદારે જ હવસનો શિકાર બનાવતા વાંકાનેર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર ફરિયાદીની સગીર વયની દીકરી છેલ્લા 4 મહિનાથી  આરોપી વસીમ કાઝીની દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતી હતી. ત્યારે ગઈકાલે આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી હતી જે બાદ સગીરને બેહોશ કરે તેવું પીણું કોલ્ડ્રિંક્સમાં મિલાવીને પીવડાવી બેભાન કરી નાખી હતી. ત્યારે બાદ તેને સગીર સાથે  જાતીય પ્રવેશ હુમલો કર્યો હતો.

એટલુ જ નહિ આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીએ ભોગ બનનાર પીડિતાને માર મારી હતી જે બાદ તે ભાનમાં આવતા જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

જે અંગે ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376 (2) એચ.આઈ., 328, 323, 504, 506 (2) તેમજ પોસ્કો એક્ટ કલમ 3 એ, 4 , 16  મુજબ ગુનો નોંધવામા આવ્યો છે.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.