Not Set/ ગુજરાતમાં ભાજપને મોટો ધક્કો પહોંચ્યો છે : રાહુલ ગાંધી

અમદાવાદ,  ગુજરાતના પરિણામો પછી મીડીયા સાથે વાત કરતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપને મોટો ધક્કો પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુદ્દાઓથી ભટકીને બીજી વાતો કરતાં રહ્યાં પરંતું, હવે દેશની જનતા તેમને સાંભળતી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતની ચૂંટણીઓમાં મોદીજીના ભાષણમાં ન તો વિકાસની વાત થતી હતી કે, તેમણે જીએસટીની વાત પણ […]

Top Stories
rahul gandhi 1 ગુજરાતમાં ભાજપને મોટો ધક્કો પહોંચ્યો છે : રાહુલ ગાંધી

અમદાવાદ, 

ગુજરાતના પરિણામો પછી મીડીયા સાથે વાત કરતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપને મોટો ધક્કો પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુદ્દાઓથી ભટકીને બીજી વાતો કરતાં રહ્યાં પરંતું, હવે દેશની જનતા તેમને સાંભળતી નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતની ચૂંટણીઓમાં મોદીજીના ભાષણમાં ન તો વિકાસની વાત થતી હતી કે, તેમણે જીએસટીની વાત પણ નહોતી કરી.મોદીજીના વિશ્વસનીયતા પર મોટો સવાલ છે.

રાહુલ ગાંધીએ મંગળવારે ગુજરાતના પરિણામોના સ્વીકાર કરતાં કહ્યું કે, અમે જનતાના નિર્ણયને આવકારીએ છીએ, પરંતું આ પરિણામો ભાજપ અને મોદીજી માટે સબક સમાન છે. જનતા હવે ભાજપના ષડયંત્રોને સમજે છે અને આવનાર સમયમાં આની અસર જોવા મળશે.આ પરિણામોએ મોદીજી અને ભાજપને મેસેજ આપ્યો છે કે જે ગુસ્સો અને ક્રોધ તમારામાં પડ્યો છે તે કામમાં નહીં લાગે. તમારી પાસે ગમે તેટલાં પૈસા હોય..ફોર્સ હોય કે ક્રોધ હોય પરંતું, પ્રેમ તેને હરાવી દેશે.