Not Set/ ગુજરાતમાં પ્રવેશ માટે RTPCR ફરજિયાત, આ તારીખથી લાગુ પડશે નિયમ

ગુજરાતમાં પ્રવેશ માટે RTPCR ફરજિયાત, આ તારીખથી લાગુ પડશે નિયમ

Top Stories Gujarat Others
mundra 14 ગુજરાતમાં પ્રવેશ માટે RTPCR ફરજિયાત, આ તારીખથી લાગુ પડશે નિયમ

ગુજરાત રાજ્યમાં  કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યાનો કુલ આંકડો ૩ લાખની નજીક પહોચી ચુક્યો છે. અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ દૈનિક નોધાતા કેસની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોરોનાને કાબુ લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે મજબુત હથિયાર એટલે ટેસ્ટીંગ. અનુસાર રાજમાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે તો સાથે સાથે રાજ્યમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. આગામી પહેલી એપ્રિલથી આ નિયમ લાગુ પડશે. નવી સુચના ન મળે ત્યાં સુધી નિયમ અમલી રહશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા સતત વધી રહી છે. ગતરોજ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૨૧૯૦ જેટલા અધધધ કોરોના કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં 6 દર્દીઓના મોત થયા હતા.