Not Set/ સાબરકાંઠા : ટ્રક-જીપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ૭ ખેતમજૂરોના મોત, ૨૦ ઘાયલ

સાબરકાંઠા, સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આંતરસુબા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રક અને જીપ વચ્ચે થયેલા આ અકસ્માતમાં ૭ લોકોના કમકમાટી મોત નિપજ્યા છે તેમજ ૨૦થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ ઘાયલ મુસાફરોને ખેડબ્રહ્માની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ વિજયનગર તાલુકાના આંતરસુબા ગામ પાસે આવેલી […]

Gujarat
0394f3fb 919c 4305 93d7 96d859a803cd 1 સાબરકાંઠા : ટ્રક-જીપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ૭ ખેતમજૂરોના મોત, ૨૦ ઘાયલ

સાબરકાંઠા,

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આંતરસુબા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રક અને જીપ વચ્ચે થયેલા આ અકસ્માતમાં ૭ લોકોના કમકમાટી મોત નિપજ્યા છે તેમજ ૨૦થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ ઘાયલ મુસાફરોને ખેડબ્રહ્માની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

af8b6776 c8a9 4839 a598 ba65ed395b13 1 1 સાબરકાંઠા : ટ્રક-જીપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ૭ ખેતમજૂરોના મોત, ૨૦ ઘાયલ

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ વિજયનગર તાલુકાના આંતરસુબા ગામ પાસે આવેલી બી એડ કોલેજ પાસે બન્યો હતો. જેમાં રેતી ભરવા માટે જઈ રહેલી ટ્રક સાથે જીપ ધડાકાભેર અથડાઈ હતી અને આ ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ જીપમાં અંદાજે ૨૭ લોકો સવાર હતા.

bans 1 1 સાબરકાંઠા : ટ્રક-જીપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ૭ ખેતમજૂરોના મોત, ૨૦ ઘાયલ

અક્સ્માતમાં મોતને ભેટનારા મોટા ભાગના લોકો વિજયનગર તાલુકાના નવાપગા ગામના ખેતમજૂરો હતા અને તેઓ સોમવાર સવારે બાજુના ગામમાં બટાકા કાઢવાનું કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત બન્યો હતો. બીજી બાજુ આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ પોલીસને કરાતા તેઓ  ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ આ ગમખ્વાર અકસ્માતમાં મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.