Not Set/ જુઓ, રાજકોટમાં ૩ વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ શું થયું..

રાજકોટ, શનિવારે રાજકોટ શહેરમાં આવેલા ભાવનગર રોડ પરથી ચુનારાવાડ ચોક પાસે મજૂરી કામ કરતાં પરિવારની ત્રણ વર્ષની બાળકી ગુમ થઇ હતી અને રવિવારે ગુમ થયેલી આ બાળકી  મૃત હાલતમાં અમુલ સર્કલ નજીક આવેલા પીટીસી મેદાન પાસેથી  મળી આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસની તપાસ દરમ્યાન ૩ વર્ષ બાળકી પર દુષ્કર્મ  […]

Top Stories
babynn જુઓ, રાજકોટમાં ૩ વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ શું થયું..

રાજકોટ,

શનિવારે રાજકોટ શહેરમાં આવેલા ભાવનગર રોડ પરથી ચુનારાવાડ ચોક પાસે મજૂરી કામ કરતાં પરિવારની ત્રણ વર્ષની બાળકી ગુમ થઇ હતી અને રવિવારે ગુમ થયેલી આ બાળકી  મૃત હાલતમાં અમુલ સર્કલ નજીક આવેલા પીટીસી મેદાન પાસેથી  મળી આવી છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસની તપાસ દરમ્યાન ૩ વર્ષ બાળકી પર દુષ્કર્મ  આચર્યા હોવાનું લાગી રહ્યું છે.

મહત્વનું છે કે, શનિવારે મજૂરી કામ કરવા માટે મધ્યપ્રદેશ જાંબુવાના કલ્યાણપુરાના મસુરિયા ગામના અને હાલ જલજીત હોલ પાસે ગીતાંજલી સોસાયટીમાં રહેતાં દિનેશભાઇ ભાભોરની ત્રણ વર્ષની પુત્રી દિવ્યા રસ્તા પરથી બપોરે ગુમ થઇ ગઇ હતી. આ અંગે પરિવારે તત્કાલથી થોરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

babyyyyuhyhyhk જુઓ, રાજકોટમાં ૩ વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ શું થયું..

પોલીસ તપાસ દરમ્યાન તેમને બે શંકાસ્પદ વ્યક્તિ બાળકીને લઇ જતા હોય તેવું સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું. જેને લઈને આ દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં રવિવારે બપોરે અમુલ સર્કલ નજીક આવેલા જુના પીટીસી ગ્રાઉન્ડ પાસેથી માસુમનો મૃતદેહ મળી આવ્યો હતો.